પ્રતિનિધિ વડોદરા તા.1
આજે ચોકડી પાસે નેશનલ હાઈવે 8 પર આવેલી કંપનીમાંથી 1.26 લાખના 42 ની ચોરી કરનાર બે ચોરને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 24 સીપીયુ મળી 72 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરાની આજવા ચોકડી નજીક નેશનલ હાઇવે 8 પર આવેલી એલ એન્ડ ટી કંપનીમાંથી ડેલ કંપનીના 42 કોમ્પ્યુટરના સીપીયુની ચોરી થઈ હતી. જેની આઇટી હેડ દ્વારા કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સીટી ફૂટેજ અને ટેકનીકલ સોર્સીસ ના આધારે તસ્કરોની શોધખોળ કરી રહી હતી. દરમિયાન 30 જૂન ના રોજ પોલીસ સ્ટેશન ની ટીમ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન એલ એન્ડ ટી કંપની માંથી સીપીયુ ની ચોરી કરનાર અક્ષય મનુ રોહીત (રહે. તરસાલી શાક માર્કેટ પાસે) અને મયંક ઘનશ્યામ રાય ( રહે. કલાલી)ને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા બંનેની પૂછપરછતા એલ એન્ડ ટી કંપની માંથી 42 સીપીયુની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી 24 સીપીયુ મળી રુ. 72 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.