શહેરના વિદ્યાર્થીએ 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા
છેલ્લા ત્રણ વર્ષથી હું સતત મહેનત કરી રહ્યો હતો. જેનું મને પરિણામ મળ્યું છે : આદિત ભગાડે

( પ્રતિનિધિ )વડોદરા,તા.11
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલી જેઈઈ મેઇન્સ ફેઝ-1 પરીક્ષાનું પરિણામ મંગળવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં શહેરના આદિત ભગાડેએ 99.99 પર્સન્ટાઈલ અને 300 માંથી 280 માર્કસ પ્રાપ્ત કર્યા છે.
સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં અભ્યાસ કરતા આદિત ભગાડેએ જણાવ્યું હતું કે હું દરરોજ 6થી 8 કલાક વાંચન કરતો હતો. જોકે રજાના દિવસે હું વધારે વાંચતો હતો અને બ્રેકના સમયમાં ટેબલ ટેનિસ રમતો હતો અને સ્ટોરી બુક વાંચતો હતો. મારું ફોકસ એનસીઆરટી બુક્સ પર હતું. ક્લાસમાં અમારા ટીચર જે ભણાવતા હતા તેની નોટસ પણ બનાવતો હતો. મારી તૈયારી દરમિયાન હું ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો ન હતો. છેલ્લા ત્રણ વર્ષથી હું સતત મહેનત કરી રહ્યો હતો. જેનું મને પરિણામ મળ્યું છે. હવે હું જેઈઈ એડવાન્સ માટે ફોકસ કરીશ. તેમાં પણ સારું પરિણામ મેળવીને દેશની બેસ્ટ IITમાં પ્રવેશ મેળવવાનું મારું લક્ષ્ય છે. મને મારા ક્લાસમાં તમામ શિક્ષકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. જેના કારણે હું આટલું સારું પરિણામ લાવી શક્યો છું.
