વૃદ્ધ પરિવાર સાથે કાકીના મરણ પ્રસંગમાં ગયાને ઘરમાં તસ્કરો ત્રાટક્યાં, વાઘોડિયા બજાર ચોક ખાતેના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
પ્રતિનિધિ વડોદરા તા.14
વડોદરા જિલ્લના વાઘોડિયામાં રહેતા નિવૃત આરએફઓ પરિવાર સાથે ઓપી રોડ ખાતે તેમના કાકીનું અવસાન થયું હોય ત્યાં ગયા હતા અને અંતિમ વિધિ તથા અસ્થિ વિસર્જન માટે રોકાયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોનાના દાગીના મળી રૂ. 8 લાખની માલમતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. દરમિયાન ડોક્ટર પુત્ર ક્લીનક પતાવીને જમવા માટે આવ્યો હતો ત્યારે ચોરીની જાણ થઇ હતી. પુત્રે પિતાને જાણ કરતા તાત્કાલિક વૃદ્ધ દંપતી પરત ઘરે દોડી આવ્યું હતું. નિવૃત આરએફઓએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તસ્કરોનું પગેરુ મેળવવા તજવીજ શરૂ કરી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં બજાર ચોક પાસે રહેતા જિતેન્દ્રકુમાર જયંતિલાલ કાશીવાલા (ઉં.વ.65) વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે ભરતી થઇને આરએફઓ તરીકે બઢતી મેળવ્યાં બાદ વર્ષ 2018માં મહિસાગર જિલ્લાના કડાણા રેન્જમાંથી નિવૃત થયા હતા. ગત 11 એપ્રિલના રોજ તેમના મોટા કાકી લીલીબેન કાશીવાલા વડોદરા ઓ પી રોડ પર તાંદલજા ખાતે રહેતા હોય દેવલોપ પામ્યા હતા. જેથી તેઓ તેમની પત્ની અને પુત્ર સાથે અંતિમ વિધિમાં ઘરનો મુખ્ય દરવાજે તાળું મારીને ગયા હતા અને ત્યાં રાત્રીના સમયે રોકાયા હતા. બીજા દિવસે કાકીના પાર્થિવ દેહને વડીવાડી સ્મશાનમાં અગ્ની સંસ્કાર આપીને તેમના ઘરે ધાર્મિક વિધ માટે રોકાયા હતા.પિતા ચાણોદ ખાતે અસ્થિ વિસર્જન માટે ગયા હતા. જ્યારે તેમનો ડોક્ટર પુત્ર વાઘોડિયા ખાતે ક્લિનિક પર આવ્યો હતો ત્યાંથી ટિફિન લઇને ઘરે જમવા માટે ગયો હતો. તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાના મારેલું તાળુ તોડી માત્ર નકુચો મારેલો હતો. જેથી પુત્રે નુક્ચો ખલીને ઘરમાં જઇને તપાસ કરી હતી ત્યારે સામાન અસ્તવ્યવસ્ત પડેલો હોય ચોરી થઇ હોવાનું અનુમાન લગાવ્યું હતું. તિજોરીનું તાળુ પણ તોડી નાખેલું અને ડ્રોઅરમાં તપાસ કરી હતી ત્યારે સોનાના દાગીના ચોરી થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પુત્ર પિતાને જાણ કરતી માતા પિતા તાત્કાલિક ઘરે પરત દોડી આવ્યા હતા અને ડ્રોઅરમાં તપાસ કરતા રૂ. 8 લાખ સોનાના દાગીના ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી નિવૃત આરએફઓ દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં રૂ. 8 લાખ મતાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ શરૂ કરાઇ છે.
