Vadodara

વડોદરા : નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પુત્ર પર પાડોશી સહિત પાંચ લોકોનો હુમલો

દંતેશ્વરની સોસાયટીમાં જગ્યાની માલિકી બાબતે મામલો બીચક્યો

જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધ દ્વારા પોલીસ ફરિયાદ

પ્રતિનિધિ વડોદરા તા.17

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં જગ્યા બાબતે નિવૃત પોલીસ કર્મચારી અને પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોશે ભરાયેલા પાડોશીએ પોલીસ કર્મચારીના પુત્ર પર પથ્થર વડે હુમલો કર્યો હતો. પાડોશી સહિત પાંચ લોકોએ ભેગા મળી પિતા અને પુત્રને મારી ,આ જમીન તો અમારી છે તમારે અહીં આવવાનું નહી. જો આવશો તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી. ઘવાયેલા પિતા પુત્રને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. નિવૃત્ત પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પાંચ લોકો વિરુદ્ધ મકરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી હરિઓમ નગર-2 સોસાયટીમાં રહેતા ભાઇલાલભાઇ વિઠ્ઠલભાઈ બારીયા પોલીસ વિભાગના એમ.ટી શાખામાથી વર્ષ 2023મા રિટાયર્ડ થયા હતા અને હાલમાં નિવૃત જીવન ગુજારે છે. 16 સપ્ટેમ્બરના રોજ બપોર બાર વાગ્યાના અરસામાં તેમની બાજુમાં રહેતા પુજાબેન પોતાના ઘરના આગળના ભાગે આંગણામાં સફાઈ કરતા હતા. દરમિયાન હરીઓમનગર-૨મા રહેતા ધર્મેદ્રસિંહે પુજાબેનને જણાવ્યું હતું કે આ જગ્યા અમારી છે. તમારે અહીં આવવાનું નહી. જેથી નિવૃત્ત કર્મચારીએ ધર્મેદ્રસિંહને આ જગ્યા તો તેમની છે જેના કાગળો પણ તેમની પાસે છે તમે કેમ પુજાબેનને બોલો છો તેમ કહેતા ધર્મેન્દ્રસિંહ તથા તેની પત્ની જ્યોત્સનાએ વૃદ્ધ સાથે ઝઘડો કર્યો હતો. દંપતી ગાળાગાળી કરવા લાગતા તેમનો દિકરો હરેશે બહાર આવી ધર્મેન્દ્રસિંહને ગાળો બોલવાનુ ના પાડ્યું હતું. ત્યારે તેને ઉશ્કેરાઈને મોટો પથ્થર ઉઠાવી તેમના દિકરા હરેશના માથામાં મારી દીધો હતો. ત્યારબાદ ધર્મેદ્રસિંહ, તેની પત્ની તથા દિકરા પાર્થ સહિત અન્ય બે માણસો લાકડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. ધર્મેન્દ્રસિંહે આ જમીન તો અમારી છે તમારે અહીં આવવાનું નહી અને જો આવ્યા છે જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી. નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પુત્ર ને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top