વડોદરા :
કરજણ તાલુકાની નારેશ્વર ચોકડી પાસે જૂની શાયર ગામના યુવકો ચંપલ લેવા માટે ગયા હતા ત્યારે ગામનો એક શખ્સ તમે લોકો બહુ ફાટી ગયા છો કહી ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન બંને યુવકોએ સમાજના લોકોને બોલાવતા તેઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મારા મારી કરવા સાથે હથિયારથી એકબીજા પર હુમલો કરતા ધીંગાણું મચી ગયું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધીંગાણાના પગલે પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને 28 લોકો સામે રાયોટીંગ નો ગુનો નોંધી 24 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર લોકો ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
કરજણ તાલુકાના જૂની શાયર ગામે રહેતા હાર્દિક માછી જીગ્નેશ માછી તથા હર્ષ માછી સાથે નારેશ્વર ચોકડી પાસે 27 ઓગસ્ટ ના રોજ બુટ લેવા માટે ગયા હતા. દરમિયાન જીગ્નેશભાઇ માછી ચંપલ લેવા દુકાનમાં ગયા હતા. ત્યારે બાજુમાં આવેલી વાળંદની દુકાને નરેન્દ્રસિંહ ઉર્ફે મંગો પરમાર વાળ કપાવવા બેઠો હતો. તેણે જીગ્નેશ માછીને તમે માછીઓ બહુ ફાટી ગયેલા છો તમને સીધા કરવા પડશે તેમ કહી જીગ્નેશ માછી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી જીગ્નેશે સમાજના માણસોને ફોન કરી બોલાવતા નરેન્દ્રસિંહ ઉર્ફે મંગાએ તેમના સમાજના માણસોને ફોન કરી બોલાવી લીધા હતા. બંને જૂથના લોકો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા હતા. હથિયારો સાથે નારેશ્વર ચોકડી પાસે લોકો સામસામે મારામારી કરતા હોય ભારે ધીંગાણું મચી ગયું હતું. જેની જાણ થતા પોલીસ સ્થિતિનો કાફલો દોડી આવ્યો હતો. જેમાં પોલીસે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 28 લોકો સામે રાયોટીમનો ગુનો નોંધી 24 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નારેશ્વર ચોકડી પાસે મચી ગયેલા ધીંગાણાના કારણે લોક ટોળા ઉમટી પડતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખસેડાયા હતા.
– ઝડપાયેલા આરોપીઓના નામ
– નરેન્દ્રસિંહ ઉર્ફે મંગો પરમાર
– મહેશ નરેન્દ્રસિંહ પરમાર
– ભાવિકસિંહ કીરીટસિંહ પરમાર
– રણજીતસિંહ રતનસિંહ પરમાર
– સંદીપસિંહ કીરીટસિંહ પરમાર
– કીરીટસિંહ ખુમાનસિંહ પરમાર
– દેવેન્દ્રસિંહ પ્રભાતસિંહ પરમાર
– કરણસિંહ દેવેન્દ્રસિંહ છાસટીયા
– વનરાજસિંહ ગણપતસિંહ રણા
– થશપાલસિંહ દેવેન્દ્રસિંહ છાસટીયા
– અર્પિતસિંહ મહેન્દ્રસિંહ પરમાર
– જીગ્નેશભાઇ પરષોતમભાઇ માછી
– દેવાંગભાઇ મોતીભાઇ માછી
– ઉમેશભાઈ રમેશભાઇ માછી
– અલ્પેશભાઇ મગનભાઈ માછી
– નીલેશભાઇ મગનભાઇ માછી
– નીલેશભાઈ અશોકભાઈ માછી
– સંજયભાઇ કાભયભાઇ માછી
– જીગ્નેશભાઇ વિનોદભાઇ માછી
એ૩ હસમુખભાઇ અરવિંદભાઇ માછી
– કેતનકુમાર કમલેશભાઇ માછી
– રમેશભાઇ હિમંતભાઇ માછી
– અશોકભાઇ ચીમનભાઈ માછી
– દતુભાઈ મનુભાઈ માછી
– ફરાર આરોપીઓ
– વનરાજસિંહ પ્રભાતસિંહ પરમાર
– નયનભાઇ કાભયભાઇ માછી
– વિનોદભાઈ ભગવાનભાઇ માછી
– હાર્દીકભાઇ રમેશભાઈ માછી