Vadodara

વડોદરા : નવ ફૂટથી ઊંચી ગણપતિ મૂર્તિને મંજૂરી નહિ

રાજકીય પક્ષના હસ્તક્ષેપ વગર શ્રીજી સંસ્કારી નગરીમાં પધારશે :

પોલીસ કમિશનર સાથે બેઠક, નવ ફૂટ થી વધુ શ્રીજીની પ્રતિમાની ઊંચાઈ નહીં રાખવાનો આદેશ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

આગામી ગણેશ ઉત્સવને લઈને પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેર નામાને લઈ ગણેશ મંડળોમાં રોષની લાગણી ફેલાઈ હતી. જેને અનુલક્ષીને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ મંડળના સંચાલકોએ રેલી રૂપે લડત આપવાની રણનીતિ બનાવી હતી. તે પૂર્વે પોલીસ કમિશનર સાથે બેઠક કરતા આ બેઠકમાં જાહેરનામા મુજબ જ ગણેશઉત્સવ મનાવવા નિર્ણય લેવાયો છે.

ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ આન બાન શાન સાથે ભારે હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગણેશોત્સવને લઈ શ્રીજીની પ્રતિમાની ઊંચાઈનું ગ્રહણ લાગ્યું છે. વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને નવ ફૂટ થી વધુ શ્રીજીની પ્રતિમાની ઊંચાઈ નહીં રાખવાનો આદેશ આપ્યો છે, તેમજ ડીજે સહિતની અનેક પાબંધીઓ પણ લાદવામાં આવતા વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ હેઠળ ગણેશ મંડળના સંચાલકોએ લડત આપવાની રણનીતિ બનાવી હતી. ત્યારે વિવિધ ગણેશ મંડળના આગેવાનો શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં જય ઠાકોર સ્વેજલ વ્યાસ સહિતના વિવિધ ગણેશ મંડળોના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગણેશ મંડળોનું સુખદ સમાધાન થયું હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સંસ્કારી નગરીમાં આજ દિન સુધી જે રીતે રંગે ચંગે ધામધૂમ પૂર્વક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હતો. તેવી જ રીતે હવે પણ તેવી જ રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ તંત્રને સાથે રાખી અને પોલીસના નીતિ નિયમોના પાલન સાથે જ ઉજવણી કરવામાં આવે તેવું સૂચન શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે. સાથે કોઈપણ રાજકીય પક્ષોની મંજૂરી વગર હવે શ્રીજી સંસ્કારી નગરીમાં પધારશે તેવો પણ નિર્ણય લેવામાં આવતા તમામ ગણેશ મંડળોએ હર્ષની લાગણી અનુભવી હતી.

ગણેશજી કોઈપણ રાજકીય પક્ષોના હસ્તક્ષેપ વગર પધારશે :

શ્રી ગણેશજી આ વર્ષે વડોદરા શહેરની અંદર કોઈપણ રાજકીય પક્ષોની પરવાનગી વગર પધારશે. વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમને અમે રજૂઆત કરી હતી કે વડોદરા શહેર ગણેશ ઉત્સવ બાંધ શાન સાથે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ આસ્થાની સાથે આ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિની અંદર જ્યારે ઉજવાતો હોય, ત્યારે ઉત્સવની ઉપર જે બાંધછોડ આપના દ્વારા આપવામાં આવશે. તેની સાથે અમે ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે તમારી સાથે બંધાયેલા છે. પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખૂબ જ રંગેચંગે ઉજવાતો આ તહેવાર છે. અમારા તમામ અધિકારીઓ અને પોલીસ ખાતું આ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય એની તૈયારીઓમાં અમે તમારી સાથે છે, પણ સાથે જ અમારા નીતિ નિયમો જે છે. એ એમના દ્વારા જણાવવામાં આવ્યા છે. એ વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિના દરેક મંડળોએ નિયમનું કડકપણે પાલન કરવાનું છે : જય ઠાકોર, પ્રમુખ, ગણેશ મંડળ યુવક મંડળ

ઉત્સવ રંગે ચંગે થાય એવી અમને આશ્વાસન અને ખાતરી આપી છે :

જે વર્ષોની પરંપરા હતી. તે ગણેશ ઉત્સવ ધામધૂમથી રંગેચંગે ઉજવાય. પરંતુ જે પ્રશાસનનો જે નિર્ણય છે. જે અમુક માંગ છે એને સાથ સહકાર આપીને પોલીસ કમિશનરે કીધું છે કે તમે તમારો જે રીતે ઉત્સવ ઉજવ્યો છે અત્યાર સુધી એ જ રીતે ઉજવાય અને પોલીસ પ્રશાસન તમારે વિસર્જનની વ્યવસ્થા હોય, તમારે ગણપતિજીની સ્થાપના હોય, કોઈપણ જગ્યા પર પોલીસ પ્રશાસન સાથે બહારથી પણ બીજી પોલીસ મંગાવીએ છીએ અમુક ફોર્સ મંગાવીએ છીએ, એનો પણ પૂરેપૂરો સાથ સહકાર સાથે ઉત્સવ રંગેચંગે થશે અને આ એક ઉત્સવને રંગે ચંગે કરવા માટે અમારી જે લડત હતી એનું આજે પો.કમિશનરે સહકાર આપ્યો છે અને ઉત્સવ રંગે ચંગે થાય એવી અમને આશ્વાસન અને ખાતરી આપી છે : સ્વેજલ વ્યાસ, અગ્રણી, ગણેશ મંડળ

Most Popular

To Top