Vadodara

વડોદરા : નવા વર્ષના પ્રથમ દિવસે પાલિકાની દબાણ શાખાના વાહને સર્જ્યો અકસ્માત,બાઈક ચાલકની હાલત ગંભીર

કારેલીબાગ પાણીની ટાંકી પાસે દબાણ શાખાના વાહને બાઈક સવારને અડફેટે લીધો :

સમગ્ર મામલો કુંભારવાડા પોલીસ મથકે પહોંચતા આગળની તપાસ શરૂ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના વાહને અકસ્માતના શ્રી ગણેશ કરી દીધા છે. કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઈક સવારને દબાણ શાખાના વાહને અડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેઓની તબિયત નાજુક હોવાનું એસએસજી હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું.

વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે અકસ્માતોનો દોર શરૂ થયો છે તેવામાં શહેરના કારેલીબાગ પાણીની ટાંકી તરફના રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી. દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો છે. દબાણ શાખા ના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઈક સવાર રોડ ઉપર ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ કુંભારવાડા પોલીસ આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

SSG હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણએ જણાવ્યું હતું કે, સવારે 11:00 કલાકે મારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈને આવ્યા હતા. જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, તેની સાથે 108 એ અમને માહિતીમાં જણાવાયું છે કે, કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે. પરિસ્થિતિ હાલ દર્દીની ગંભીર છે એની બધી ટાઈપની અમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે.

Most Popular

To Top