વડોદરા મહાનગરપાલિકા માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ પરિચય બેઠક યોજાઈ હતી.
વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશીના અધ્યક્ષ સ્થાને આજે વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે કોન્ફરન્સ હોલમાં એક મહત્વપૂર્ણ પરિચય બેઠકનું આયોજન તેમના તાબા હેઠળ જમીન મિલકત શાખા તેમજ ટાઉન પ્લાનિંગ શાખા અધિકારીઓ સાથે કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કેતન જોષી એ અધિકારીઓનો પરિચય મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
સાધારણ સભા શોક દર્શક ઠરાવ બાદ મોકૂફ રહી
વડોદરા મહાનગરપાલિકા સામાન્ય સભા શોક દર્શક ઠરાવ રજૂ કરી મોકુફ રાખવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે મળેલી સામાન્ય સભા પાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ સ્વર્ગસ્થ અનિલ રણછોડભાઈ પરમાર તેમજ પૂર્વ વિદેશ પ્રધાન અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી પદ્મવિભૂષણ સન્માનિત સુમન હલી મલયા ના દુઃખદ અવસાન અને મહાન સંગીતકાર પદ્મશ્રી પરસોતમ ઉપાધ્યાયના દુઃખદ અવસાન ને લઈને શોકદર્શક ઠરાવ કરી રજૂ કરી બે મિનિટનો માઉન્ટ રાખી મોકુફ રાખવામાં આવી હતી . જે સભા આવનારી 17મી જાન્યુઆરીએ મળશે.