
નવાપુરા પોલીસ સ્ટેશન ના નિવૃત્ત પીએસઆઇએ નશામાં ધૂત થઈ કાર ચલાવી એકટીવા સવાર ને અડફેટે લીધા હતા. પોલીસ નિવૃત્ત પીએસઆઇને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નિવૃત્ત થયેલા પીએસઆઇ ધીરજ પરમાર 12 ઓક્ટોબર રોજ નશાની હાલતમાં કાર ચલાવીને અકોટા ગાર્ડન ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન નશો કરનાર નિવૃત પીએસઆઇએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એક મોપેડ સવારને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ પર સવાર બે લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. અકોટા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને નશામાં ધૂત થઈ ગયેલા નિવૃત પીએસઆઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.