અધિકારીઓએ સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે
વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટના પાછળના ભાગે પીવાના પાણીની સુવિધાથી ત્રસ્ત લોકોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવી સ્માર્ટ સિટી વડોદરામાં તંત્રની બેદરકારી છતી કરી હતી.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ સ્માર્ટ સિટી હેઠળ કરોડો રૂપિયાનું આંધણ ફુકી રહ્યા છે. પરંતુ હજુ પણ પ્રાથમિક સુવિધા નહીં મળતા નગરજનો અવાજ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને નવાપુરા વિસ્તારમાં વર્ષોથી પાણી અને ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. વોર્ડ નં 13 નવાપુરા રોડ પર અંસારી મોહલ્લા સ્થિત રહીશો છેલ્લા 30 વર્ષથી સમયસર વેરો ચૂકવે છે. પરંતુ વારંવાર પાણી અને ડ્રેનેજની સમસ્યા ઉદભવે છે. છેલ્લા 25 દિવસથી પીવાનું પાણી મળતું નથી અને જ્યારે પનીનાવે છે તે પણ માત્ર પાર્ક મિનિટ માટેજ પાણી આવે છે એ પણ દુષિત મળી રહ્યું છે. ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની પણ બુમો ઉઠી છે. આજરોજ સ્થાનિકોએ હાથમાં દૂષિત પાણી ભરેલા બોટલ સાથે તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. આ સમયે સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર દોડી ગયા હતા. કોર્પોરેશનના અધિકારીઓએ પાણીની સમસ્યા માટે નવી લાઇન નાખવાની ખાતરી આપી છે.
પાલિકાના સત્તાધીશો વિકાસની આંધળી દોટ મૂકી હાંફી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પાલિકાની પાડોશમાં આવેલા નવાપુરા વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમય થી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે.નવાપુરા વિસ્તારના લોકો ની અનેક રજૂઆત છતાં તેમની સમસ્યાનું સમાધાન આવ્યું નથી. પાલિકાના પાપે અહીંયા ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં આજે પણ લોકો વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ત્યારે હવે પાલિકાની મુખ્ય કચેરીને બિલકુલ અડીને આવેલા નવાપુરા વિસ્તારમાંથી પીવાના પાણીની બૂમ ઉઠતા આશ્ચર્ય ફેલાયું છે. નવાપુરા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં 80 હજારથી માંડી એક લાખ જેટલા લોકો વસવાટ કરે છે. અહીં રહેતા તમામ લોકોને પાલિકા દ્વારા જાણે વિસ્તારના લોકો એ કોઈ ગુનો કરિયો હોય તેમ કાળા પાણીની સજા અપાઈ હોય તેવો અનુભવ કરી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ છે અહીં પીવા ના પાણી ખોટ, જે પાણી આવે છે એ પણ દૂષિત અને દુર્ગંધ મારતું કાળુ પાણી છે.
આજરોજ નવાપુરા અન્સારી મોરલા સહિત સ્થાનિકો જેમાં સૌથી વધારે મહિલાઓ પાલિકા ની વડી કચેરી ખાતે જઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સાથે સ્થાનિક કાઉન્સિલર બાળું સુર્વે પણ પાલિકાની વડી કચેરી ખાતે સ્થાનિક લોકો સાથે પહોંચ્યા હતા અને અધિકારીઓને નવાપુરા વિસ્તારના સ્થાનિકોને પીવાના પાણી મળી રહે તે માટે રજૂઆત કરી હતી ત્યારે ઉપસ્થિત મહિલાઓમાં ભારે ભોષ પણ જોવા મળ્યો હતો.
અધિકારીઓએ સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે અને પીવાનું ચોખ્ખું પાણી મળતું થઈ જશે.
