Vadodara

વડોદરા : નવરંગ હોસ્પિટલ પાસે જાહેર રોડ પર આડેધડ પાર્ક કરાતા વાહનો

પ્રતિનિધિ વડોદરા તા.26

કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિતનગર બ્રિજ પાસેથી સર્વિસ રોડ પર નવરંગ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જાહેર રોડ પર બેફામ અને આડેધડ રીતે વાહનો પાર્ક કરાતા હોવાથી રોડ સાકડો થઇ જવાના કારણે ક્યારે અકસ્માતના ભીતિ રહેલી છે. બીજી તરફ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગેરકાયદે વાહનો પાર્ક કરેલા હોવા છતાં 500 મીટરને અંતરે ઉભેલી ટ્રાફિક પોલીસને કેમ દેખાતા નથી. ત્યારે હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માગણી ઉઠી છે.

વડોદરા શહેરના અમિતનગર ઓવર બ્રિજ પાસેનો સર્વિસ રોડ ચોવીસ કલાક વાહનોથી ધમધમતો રોડ છે. તેમ છતાં સર્વિસ રોડ પર આવેલા નવરંગ ઓર્થોપેડિંગ હોસ્પિટલના સાંચલકો પાસે જાણે પાર્કિંગ વ્યવસ્થા ન હોય સારવાર માટે આવતા દર્દીઓ તથા તેમના સંબંધી સહિતના સ્ટાફ દ્વારા જાહેર રોડ પર ટુ વ્હીલર અને કાર સહિતના વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોય છે. જેના કારણે રોડ સાંકડો થઇ જતો હોઇ જવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. જ્યારે બીજા તરફ રોડ પર કાર હોવાથી  ક્યાંરે અકસ્માત થવાની ભીતિ પણ સેવાઇ રહી છે. જાણે હોસ્પિટલના સત્તાધીશો પર કોના આશીર્વાદ છે પોલીસ દ્વારા વાહનો ટોઇંગ નહી કરીને કાર્યવાહી કરતા નથી.સામાન્ય જનતા રોડ પર આડેધડ વાહન પાર્ક કરેતો ટ્રાફિક પોલીસ વિભાગ વાહન તાત્કાલિક ડિટેઇન કરી લઇ જતી હોય છે. ત્યારે પરંતુ નવરંગ હોસ્પિટલ બહાર આડેધડ કરેલા વાહનો કેમ ડીટેઇન કરાતા નથી. અમિતનગર સર્કલ પાસે ટ્રાફિક પોલીસનો પોઇન્ટ હોવા છતાં નવરંગ હોસ્પિટલ પાસે પાર્ક કરેલા વાહનોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે રોડ પરથી પસાર થતી વખતે હેરાન પરેશાન થતા વાહનચાલકો દ્વારા નવરંગ હોસ્પિટલના સંચાલકોની મનમાની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરાઇ છે.

Most Popular

To Top