Vadodara

વડોદરા : નર્સની ફેક આઈડી બનાવી તેના ફોટો નીચે અભદ્ર લખાણ લખી બદનામ કરવાનું કાવતરુ…

નર્સની ફેક આઈડી બનાવી તેના ફોટો નીચે Call for fun તેમજ full of enjoy and full privacy લખાણ લખ્યું

વિવિધ નંબર પરથી અભદ્ર મેસેજ અને કોલ આવતા કંટાળેલી યુવતીએ સાયબર ક્રાઇમના દ્વાર ખખડાવ્યા

વડોદરા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીની સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી હતી. આ આઈડીમાં યુવતીનો ફોટો તથા મોબાઈલ નંબર તેમજ સોશિયલ મીડિયા આઈડીની માહીતી તેની જાણ બહાર વાઈરલ કરી ફોટો નીચે અંગ્રેજીમાં Call for fun તેમજ full of enjoy and full privacy તેવું ખોટું લખાણ લખી કૃત્ય કર્યું છે. જેના કારણે યુવતીને અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કોલ તથા અભદ્ર મેસેજ આવતા માનસીક રીતે હેરાન થઈ ગઈ હોય કાવતરું કરનાર ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ગોરવા વિસ્તારમાં હોસ્ટેલમાં મિત્રો સાથે રહેતી 27 વર્ષથી રહેતી યુવતીએ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું ખાનગી હોસ્પીટલમા ચાર વર્ષથી સ્ટાફ નર્સ તરીકે નોકરી કરુ છું. ગત ચૌદ મેના રોજ હું મારી હોસ્ટેલમા બપોરે હાજર હતી. તે દરમિયાન એક અજાણ્યા વોટસએપ નંબર પરથી મને મેસેજ આવ્યો હતો જે મેસેજ વાચતા તેમા લખ્યું હતું કે કે ગઈ કાલ તેઓએ મારી સાથે ઈન્સ્ટાગ્રામ આઈ.ડી પર વાત કરી હતી પરંતુ મે મારા સોશિયલ મીડિયા પરથી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરી ન હોવાનું મે તેઓને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. જેથી આ મેસેજ કરનાર વ્યક્તીએ મને મારા વોટ્સએપ પર એક સ્ક્રીનશોટ મોકલેલ જેમા એક સોશિયલ એકાઉન્ટ અને આઈડીની પ્રોફાઈલમાં મારી જાણ બહાર મારા ફોટાનો દૂર ઉપયોગ કરી મારા પ્રોફાઈલ ફોટો નીચે અંગ્રેજીમાં Call for fun તેમજ full of enjoy and full privacy લખેલું હતું અને નીચે મારો મોબાઈલ નંબર અને આઇડી પણ પોસ્ટ કરેલી હતી. મારો મોબાઈલ નંબર વાઈરલ થવાના કારણે મને જુદા જુદા મોબાઈલ નંબરથી અજાણ્યા લોકોના ફોન આવતા તેમજ વોટસઅપ પર પણ અલગ અલગ મોબાઈલ નંબરથી અભદ્ર મેસેજ તથા ફોન કોલ કરી મને માનસીક ત્રાસ આપી બદનામ કરવામાં આવી છે. જે બાબતની મે અત્રે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી છે. મને આજ દિન સુધી અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કોલ આવવાનુ ચાલુ છે. સાયબર ક્રાઇમ પોલીસે યુવતીની ફરિયાદના આધારે કોને તેમના ફોટાનો અને મોબાઈલ નંબરનો દુરુપયોગ કરે છે તેમની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top