ચૂંટણીમાં વ્યસ્ત મહાનુભાવો ધર્મનું ભાન ભૂલ્યા , માઁ નર્મદાજીની પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે એવી પ્રવીણ તોગડિયાના સંગઠનની ચીમકી
( પ્રતિનિધિ ) વડોદરા તા.3
પૌરાણિક સમયથી નર્મદા જિલ્લામાં હિન્દુ વર્ષની ચૈત્ર માસ દરમિયાન 18 થી 20 કિલોમીટરની ઉત્તર વાહીની પરિક્રમા હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા લાખોની સંખ્યામાં પદયાત્રા કરવામાં આવે છે. આ પદયાત્રામાં લોકો નર્મદા મૈયા ની પરિક્રમા કરી નર્મદામાં સ્નાન કરી પુણ્ય મેળવતા હોય છે, પણ કેટલાક સમયથી આ યાત્રા સરકાર તથા પ્રશાસનને માફક ન આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માઁ નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા માં પૌરાણિક ઉત્તરવાહિની પરિક્રમા સદીઓ થી ચાલતી આવે છે. જે સમગ્ર હિન્દુ સમાજ માટે આસ્થા નું કેન્દ્ર છે, પણ પ્રશાસન દ્વારા પાછલા વર્ષ થી માઁ નર્મદાજી ની પરિક્રમા ના થાય તેવા પ્રયત્નો સરકાર અને પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે. ગત વર્ષે પણ પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે પરિક્રમા માં હેરાનગતિ કરવામાં આવી હતી. આ વર્ષે પણ પ્રશાસન દ્વારા પરિક્રમા શરૂ થાય તે પહેલે થી પરિક્રમા માં હેરાનગતિ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ સાધુસંતો અને હિન્દુઓ દ્વારા વિરોધ થતાં પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. ગત.29 એપ્રિલ ના રોજ સરદાર ડેમ માં થી પાણી છોડવા નું બહાનું આગળ ધરી પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં હિન્દુઓ ના ધાર્મિક ઉત્સવો,પરિક્રમા અને હિંદુઓ ના ધાર્મિક આયોજનોમાં પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે ઔરંગઝેબી પ્રતિબંધો લાદીને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત માં હિન્દુ સમાજ મુગલ શાસન અનુભવી રહ્યો છે. હિંદુઓની આસ્થા પર ઘાત કરવામાં આવ્યો છે, તે થી આજે સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર અને પ્રશાસન પાસે માંગ કરવામાં આવી છે કે, હિન્દુઓને ધાર્મિક આસ્થાઓને વારેવારે ઠેસ પહોંચાડવામાં ના આવે અને હિન્દુઓની ધાર્મિક પરિક્રમા અને ઉત્સવ પ્રમાણે ઉજવવા અને આયોજન કરવા દેવામાં આવે, ના કે સરકાર કે પ્રશાસનનાં વિચારો સમય અને વ્યવસ્થા જોઈને અત્યારે માઁ-નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા નર્મદા જિલ્લામાં પાણી છોડવાના નામે જે બંધ કરાવી છે, તે સરકાર વિશેષ આદેશ આપીને પ્રશાસન પાસે ચાલુ કરાવે તેવી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા માંગ કરી કરવામાં આવી હતી અને જો માઁ નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવા માં નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.