હાઈસ્પીડ પ્રોજેક્ટની કામગીરીને લઈ 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 સુધી એક માર્ગીય કરાયાનું જાહેરનામુ પ્રસિદ્ધ
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની કામગીરીને લઈ વડોદરામાં નટરાજ સર્કલ થી પંડ્યા બ્રીજ તરફ જતા પિલર પર ગડરની કામગીરી કરવાની છે. જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે માટે નટરાજ સર્કલ થી પંડ્યા બ્રિજ તરફનો રોડ 30 સપ્ટેમ્બર 2024 થી 1 ઓક્ટોબર 2025 સુધી એક માર્ગીય કરાયો છે. ઉપરાંત વૈકલ્પિક રૂટ સાથેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે.
એલ એન્ડ ટી કંપની દ્વારા મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ સી -5 પેકેજનુ વડોદરા રેલ્વે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે કામગીરી માટે નટરાજ સર્કલથી પંડયા બ્રિજ જતાં પીલર ઉપર ગડર નાખવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન નટરાજ સર્કલથી પંડયા બ્રિજ જતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના છે. જેથી નટરાજ સર્કલથી પંડયા બ્રિજ જતાં તમામ પ્રકારના વાહનો માટે એક માર્ગ ઉપર અવર જવર કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.જેથી આ કામગીરી દરમ્યાન શહેરીજનોને મુશ્કેલી ના પડે અને ટ્રાફિક યોગ્ય સંચાલન થાય તે માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ભાર પાડવામાં આવ્યું છે. ત્યારે હાઈસ્પીડ રેલ્વે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 30 સપ્ટેમ્બર 2024 થી 1 ઓક્ટોબર 2025 સુધી નટરાજ સર્કલ થી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોએ એક માર્ક પર જ વાર હંકારવું પડશે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. એસ.ટી ડેપો નટરાજ સર્કલથી પંડયા બ્રિજ વાહનો માટે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે એસ.ટી.ડેપો નટરાજ સર્કલથી રોંગ સાઇડથી પંડયા બ્રિજ તરફ જઇ શકાશે તેમજ પંડયા બ્રિજથી એસ.ટી.ડેપો જતાં વાહનો રાબેતા મુજબ એસ.ટી.ડેપો જઈ શકશે.