Vadodara

વડોદરા : નટરાજ સર્કલથી પંડયા બ્રિજ 25 ઓગસ્ટથી 31ઓક્ટોબર સુધી વન-વે

વાહન ચાલકોને આગવડ ના પડે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પ્રતિબંધિત તથા વૈકલ્પિક રૂટ સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ સી 5 પેકેજની વડોદરા રેલ્વે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં એલ એન્ડ ટી દ્વારા કરાઈ રહી છે.જે કામગીરી દરમ્યાન એસ.ટી.ડેપોથી પંડયા બ્રિજ જતાં પ્રિયલક્ષ્મી મીલ પાસે મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલવે સ્ટેશન બનાવવા કામગીરી કરવામાં આવનારી છે. ત્યારે આ કામગીરી કરતી વખતે નટરાજ સર્કલથી પ્રિયલક્ષ્મી મીલ થઇ પંડયા બ્રિજ જતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નટરાજ સર્કલથી પંડયા બ્રિજ જતાં તમામ પ્રકારના વાહનો માટે એક માર્ગ ઉપર અવર જવર કરવાની જરૂરીયાત ઉભી થઇ છે. આ કામગીરી દરમ્યાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું નરસિમ્હા કોમાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 25 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધી 2 થી સવારના કલાક 1 વાગ્યા સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે. ટ્રાફિક વ્યવસ્થા સાથે વૈકલ્પિક તથા પ્રતિબંધિત રૂટ પણ જાહેર કરાયા છે. જેમાં એસ.ટી ડેપોથી નટરાજ સર્કલથી પંડયા બ્રિજ તરફ જતા વાહનો માટે રસ્તો બંધ કરાયો છે. જ્યારે એસ.ટી.ડેપોથી નટરાજ સર્કલથી રોંગ સાઇડથી પંડયા બ્રિજ તરફ જઈ શકાશે તેમજ પંડયા બિજથી એસ. ટી.ડેપો જતા વાહનો રાબેતા મુજબ એસ.ટી.ડેપી તરફ જઈ શકાશે.

Most Popular

To Top