Vadodara

વડોદરા : નજીવા વરસાદે એકતાનગરને ધમરોળી નાખ્યું, રહીશોની કફોડી હાલત

રોડા છારૂ નાખ્યા બાદ રોલર નહીં ફેરવતા ઉબડખાબડ અને ચીકણા રસ્તાનું સામ્રાજ્ય :

ગર્ભવતી મહિલાઓને પડી રહી છે પારાવર મુશ્કેલીઓ :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.16

પ્રથમ વરસાદે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી હતી. ત્યારે, શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં પાણી ડ્રેનેજ ની લાઈન નાખ્યા બાદ યોગ્ય કામગીરીના અભાવે નાના મોટા અકસ્માતો સાથે રોગચાળાની પણ ભિતીને લઈ રહીશોએ કોર્પોરેશનના વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું.

વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર ખાતે કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા પાણી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી. પાણી અને ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ યોગ્ય ચરીપુરાણ તેમજ રોડ છારૂ નાખી લેવલ નહીં કરાતા પ્રથમ વરસાદે જ સ્થાનિક રહીશોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પડેલા વહીવટી તંત્ર આજ દિન સુધી ધ્યાન આપ્યું નથી જેનો ભોગ રહીશો બની રહ્યા છે. સ્થાનિકોનો માન્ય હતો અહીં રોડ ચીકણો થઈ ગયો હોય નાના મોટા અકસ્માતો થાય છે અને લોકોને પડવા વાગવાથી હોસ્પિટલના ચક્કર વધી જાય છે આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને લાવવા લઈ જવા પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ સ્કૂલે જતા બાળકો પણ તંત્ર સામે રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. એક તરફ મોહરમ પર્વ છે તો બીજી તરફ રોડની સમસ્યા ઘર કરી ગઈ છે.

Most Popular

To Top