Vadodara

વડોદરા નજીક ઢાઢર નદી પર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પુલનું કામ પૂર્ણ.



ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલવાની છે. જે 508 કિમીનું સફર પૂર્ણ કરવા માટે 2 કલાક 7 મિનિટનો સમય લેશે. દેશમાં બુલેટ ટ્રેન વર્ષ 2026માં ચાલુ થઈ શકે છે. જેને લઈને દેશમાં જોરશોરથી કામ ચાલી રહ્યું છે. હવે માહિતી મળી રહી છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વડોદરા નજીક ઢાઢર નદી પર પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે.

પુલની લંબાઈ 120 મીટર છે.
આ પુલ 3 ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ (દરેક 40 મીટર) દ્વારા બનાવવામાં આવ્યું છે.
બુલેટ ટ્રેન કોરિડોર (ગુજરાત અને મહારાષ્ટ્ર) પર કુલ 24 નદી પુલ છે, જેમાંથી 20 ગુજરાતમાં અને 04 મહારાષ્ટ્રમાં છે. અગાઉ, સાત નદી પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેમાં પાર (320 મીટર, વલસાડ જિલ્લો), પૂર્ણા (360 મીટર, નવસારી જિલ્લો), મીંઢોળા (240 મીટર, નવસારી જિલ્લો), અંબિકા (200 મીટર, નવસારી જિલ્લો), ઔરંગા (320 મીટર, વલસાડ જિલ્લો), વેંગણીયા (200 મીટર, નવસારી જિલ્લો) અને મોહર નદી (160 મીટર, ખેડા જિલ્લો)નો સમાવેશ થાય છે.

Most Popular

To Top