Vadodara

વડોદરા નજીક અમદાવાદ-સુરત હાઈવે પર ફરીથી ૫ કિલોમીટરનો ટ્રાફિકજામ


વડોદરા નજીક અમદાવાદ- સુરત હાઈવે ઉપર આજે ફરી એકવાર ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
વડોદરા પાસે ગોલ્ડન ચોકડી અને દેણા ચોકડી વચ્ચે તેમજ પોર નજીક અવારનવાર ટ્રાફિક જામ થતો હોય છે. પોરથી બામણગામ સુધી તો ઘણીવાર ૧૦ કિ.મીનો ટ્રાફિક જામ થતો હોય છે.

સોમવારે સવારે ગોલ્ડન ચોકડી પાસે ફરી એકવાર પાંચ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો બે થી ત્રણ કલાક સુધી અટવાયા હતા. પોલીસની ટીમ વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે પ્રયત્નમાં લાગી છે.

Most Popular

To Top