Vadodara

વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પગાર ઓછો મળતા વિરોધ,આંદોલનની ચીમકી

મોટી ફિગરમાં પગાર કાપી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ :

નવા એજન્સીના માણસોથી ભૂલ થઈ હોય રીચેકીંગ કરી યોગ્ય નિર્ણય લેવાશે : નિષિધ દેસાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પગાર ઓછો મળતા હોબાળો મચાવી શિક્ષણ સમિતિના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જોકે સમગ્ર મામલે સમિતિના અધ્યક્ષ છે અગાઉની એજન્સીવાળા રજા પર હોય એની જગ્યાએ બીજી એજન્સીના માણસોથી કદાચ જાણે અજાણે ભૂલ થઈ હોય તેનું રીચેકિંગ કરી જે પણ શિક્ષકોની કપાત છે. એનો યોગ્ય નિર્ણય પ્રમાણે સિસ્ટમમાં પાછા મૂકી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પગાર ઓછો મળતા હોબાળો મચાવ્યો હતો. જેમાં પગારમાં ઇન્કમટેક્સની કપાત વધુ થતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. જેને પગલે 100 થી વધુ શિક્ષકોએ એકત્ર થઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રમુખ પિનાકીન પટેલની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈને આવેદનપત્ર આપ્યું હતું. શિક્ષકોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ફરીથી પગારના એસેસમેન્ટ કરવા શિક્ષકોએ શિક્ષણ સમિતિના અધ્યક્ષને રજૂઆત કરી હતી અને જો બે દિવસમાં એસેસમેન્ટ કરી ફરીથી પગાર જમા નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ બાબતે એકત્ર થયા હતા. ગુજરાત સરકારના એસએએસના ઉપર અમારો પગાર કરવાનો હોય છે. પરંતુ ઓફિસ ઘણા સમયથી દરેક શિક્ષકનો કોઈપણ રીતે ખોટી રીતે ટેક્સ કાપી લેવામાં આવે છે. આ મહિને જે ટેક્સ કાપ્યો છે. એ ઘણા બધા શિક્ષકો એવા છે કે, જેમનો 65, 70,000, 71,000, 58000 30,000 આવી ફિગરમાં પગાર કાપી લેવામાં આવ્યો છે એનાથી શું થયું કે કોઈપણ કર્મચારી જ્યારે સિંગલ કમાતો હોય તો એનું આખું જે મહિનાનું આયોજન હોય એ ખોરવાઈ ગયું છે. બાળકોની ફી હોય બેંકના હપ્તા હોય મકાન લોન ના હપ્તા હોય આ બધી બાબતોથી ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. એસએએસ એક એવો પોર્ટલ છે કે એ આચાર્ય અને શિક્ષકોએ ભેગા મળી અને દર મહિને વેરિફિકેશન કરી અને ઓફિસે આની માહિતી મોકલતા હોય છે. પરંતુ ખબર નહીં એસએએસનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કર્યા વગર જ આડેધડ ઇન્કમટેક્સ કાપવામાં આવે છે. જે ખરેખર ગંભીર બાબત છે હું ઘણા સમયથી આ બાબતે રજૂઆત કરી કરીને થાક્યા છીએ. પરંતુ ક્યારે પણ રાઉન્ડ ફિગરની અંદર પણ ટેક્સ કપાતો નથી. જેના લીધે શિક્ષકોને ગણતરી કરવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈએ જણાવ્યું હતું કે તપાસ કરતાં ખબર પડી છે કે આપણે જે પહેલા એજન્સી હતી. એ એજન્સીવાળા ભાઈ કંઈક ત્રણેક મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા ગયા હતા. એટલે બીજી એજન્સીને હાયર કરી હતી. એ એજન્સી આવી પહેલો મહિનો પૂરો થતા એમનાથી ભૂલ થઈ હોઈ શકે. જાણી અજાણતા રીતે ભૂલ થઈ હોય તો એની માટે આપણે ચેકિંગ માટે જે પહેલી એજન્સી હતી. વર્ષોથી જે આપણી સાથે કામ કરે છે. એ એજન્સીને ફરીથી એને કામ સોંપ્યું છે. રીચેકિંગ ચાલુ કર્યું છે. બે દિવસમાં એનું નિરાકરણ આવી જશે અને બે દિવસની અંદર જે નિરાકરણ આવે એ પ્રમાણે શિક્ષકોને એમની જે પણ કપાત છે એ એનું યોગ્ય નિર્ણય પ્રમાણે સિસ્ટમમાં પાછા મૂકી દેવામાં આવશે.

Most Popular

To Top