Vadodara

વડોદરા નગરીનું નામ ભુવા નગરી સાર્થક કરવા માંજલપુરમાં પડ્યો વિશાળ ભૂવો…

વડોદરા શહેરના નાગરિકોનો એક જ પ્રશ્ન “આ ભુવાઓ પડવાનું ક્યારે બંધ થશે?”


હવે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે વડોદરા નગરી ક્યારેય પોતાને મળેલ ભૂવા નગરી નું ઉપનામ બદલી નહીં શકે. તેની પાછળનું કારણ છે શહેરમાં રોજે રોજ કોઈક ને કોઈક વિસ્તારમાં ભૂવાઓ કરતા નજરે પડી રહ્યા છે. શહેરમાં એટલા બધા ભૂવાઓ પડ્યા કે નાગરિકોને હવે રસ્તો શોધવાની મુશ્કેલી થઈ રહી છે. ભૂવાઓ રસ્તા પર છે કે ભૂવાઓની વચ્ચે રસ્તો છે તે સમજવું મુશ્કેલ છે.

ફરીથી એકવાર શહેરના માંજલપુર વિસ્તારમાં એક વિશાળ ભૂવો નાગરિકોને નજરે પડ્યો. ભૂવો એવી જગ્યા પર પડ્યો કે જ્યાં નજીકમાં જ એક શાળા આવેલી છે. ત્યાંથી વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે. અને કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી લેવા મહાનગરપાલિકા તૈયાર થશે ખરું? ભૂવાઓ પડવા પાછળ બે કારણો મુખ્યત્વે છે. એક કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાઓ પર કરવામાં આવતી તકલાદી કામગીરી અને બીજું વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી. વડોદરા શહેરના નાગરિકો દ્વારા ભરપાઈ કરવામાં આવતો વેરાનો કેવી રીતે વેડફાટ કરવો તે તંત્ર ખૂબ સારી રીતે જાણે છે. સવાલ એ ઉભો થાય છે કે કરોડો રૂપિયા ફેરો મેળવ્યા બાદ પણ મહાનગરપાલિકા આ પ્રકાર ની રસ્તા ઉપર કામગીરી કરે છે તે કેટલું યોગ્ય ?

Most Popular

To Top