Vadodara

વડોદરા : નંદેસરી ચોકડી પાસે બે પરિવાર બાખડ્યાં, લાકડી-લોખંડની કોસથી હુમલો,એકને માથામાં ટાકા આવ્યાં

બંને પક્ષોએ સામસામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

 પોલીસે મારમારી કરનાર 8 લોકો સામે ગુનો દાખલ કર્યો

(પ્રતિનિધિ) વડોદરા તા.3

વડોદરા જિલ્લાની નંદેસરી ચોકડી પાસે રહેતા બે પરિવારો સામાન્ય તકરારમાં બાખડ્યા હતા. જોત જોતામાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષોના લોકો કુહાડીનો ડંડો તથા લોખંડની કોસ દ્વારા એકબીજા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં સામસામે ફરિયાદ નંદસરી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે 8 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

વડોદરા જિલ્લાની નંદસરી ચોકડી પાસે રહેતા દિલીપલભાઇ અંબાલાલ ગોહિલ ફેબ્રિકેશનની દુકાન ચલાવે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 2 મેના રોજ બપોરના સમયે હુ પરિવાર સાથે ઘરે હતો.  અમારા ઘરે પાસે લાકડા મુકેલા મારા કાકા મંગલભાઇ ગુલાબસિંહ ગોહિલ લાકડા હટાવી લો મન આવવા જવામાં તકલીફ પડે છે તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. જેથી મે તેમને ગાળો નહી બોલવાની કહેતા તેઓ મને માર માર્યો હતો ત્યારબાદ તેના દીકરો અજયસિંહ, હર્ષદ તથા અનુપભાઇ દોડી આવ્યા હતા અને તેઓએ પણ મને ઢોર માર માર્યા બાદ લાકડાના ડંડાના ફટકા મર્યા હતા. દરમિયાન મારા ભાઇ ધિરજભાઇ છોડાવવા માટે આવતા તેને પર લોખંડની કોસ થી હુમલો કર્યો હતો.  દરમિયાન લોકો ભેગા થઇ જતા ચારેય જણાએ હવે તમે લોકો જ્યાં દેખાશો ત્યાં તમને પતાવી દઇશુ તેવી ધમકી આપી હતી. જેમાં તેમના ભાઇને માથામાં ટાંકા આવ્યા હતા. જ્યારે સામે મંગળસિંહ ગુલાબસિંહ ગોહિલે પણ નોંધાવેલી ફરિયાદ મુજબ  દિલીપ ગોહિલ, ધીરજ ગોહિલ, કિરીટ ગોહિલ તથા રિતેશ ગોહિલે મકાન આગળ મુકેલ ગાડી હટાવવા મુદ્દે મંગલસિંહ ગોહિલ તથા તેમની પૌત્રી મિતલને કુહાડીના લાકડા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ હવે પછી આવ્યા છો તે પતાવી દઇશુ તેવી ધમકી પણ આપી હતી. નંદસેરી પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ  નોંધી 8 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top