Vadodara

વડોદરા : ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનોના મોડિફાઇડ સાયલેન્સરો પર ટ્રાફિક પોલીસનું બુલડોઝર ફરી વળ્યું

ધ્વનિ પ્રદુષણ ફેલાવતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલઆંખ

નામદાર કોર્ટનો હુકમ મેળવ્યા બાદ સાયલેન્સરનો નાશ કરાયો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડીફાઇડ વાહનોને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આવા વાહનોના મોડીફાઇડ સાઇલેન્સર ઉપર ટ્રાફિક પોલીસે બુલડોઝર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સન્માન કરે ટ્રાફિક ડ્રાઇવિંગ યોજીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ઘણા ચાલકો પોતાના વાહનોમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને પ્રદૂષણ ફેલાવતા હોય છે. જેના કારણે આમ નાગરિકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં રીટર્ન કરેલા વાહનોના મોડીફાઇડ સાયલેન્સર નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના પશ્ચિમ ઝોનની ટ્રાફિક કચેરી બહાર પોલીસના અધિકારીઓની હાજરીમાં નામદાર કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ આશરે 74 જેટલા મોડીફાઇડ સાઇલેન્સર ઉપર ટ્રાફિક પોલીસે બુલડોઝર ફેરવી દઈને સાયલેન્સરનો નાશ કર્યો હતો. ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, વાહનોથી થતું ધ્વનિ પ્રદૂષણ ખૂબ વધારે છે. એટલે કે આવા જે મોડીફાઇડ સાઇલેન્સર સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે. એને સમયાંતરે અમે એને ડીટેઇન કરીને એમના વાહનોથી મોડીફાઇડ સાઇલેન્સર કઢાવી નાખ્યા હતા અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાઇલેન્સર નો નાશ કરી રહ્યા છે. હજુ પણ વખતો વખત આવા જ મોડીફાઇડ સાયલેન્સરોવાળા વાહનો છે. એમને પકડતા રહીશું અને અત્યારે 74 જેટલા સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top