Vadodara

વડોદરા : ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાંઇ આપઘાત

હરણી વિસ્તારમાં રહેતા દેવ પાટિલે રાત્રીના સમયે પોતાના રૂમમાં જઈ અગમ્ય કારણોસર જીવન ટુકાવી લીધુ

પ્રતિનિધિ વડોદરા તા.3

વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના રૂમમાં રાત્રીના સમયે અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે સવારે બાળકે દરવાજો નહી ખોલતા પરિવારને કાઇ અજગતુ લાગ્યું હતું. જેથી દરવાજો ખખડાવવા છતાં નહી ખોલતા અન્ય ચાવી વડે દરવાજાનું તાળુ ખોલતા બાળકને લટકતો જોઇને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. હરણી પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા શૈલેષભાઇ પાટીલ મંજુસર જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો પુત્ર પારૂલ યુનિવર્સિટીમાં અભાસ કરે છે. જ્યારે નાનો પુત્ર દેવ પાટીલ (ઉંવ. 17) ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. 3 માર્ચના રોજ 12 સાયન્સ જીવ વિજ્ઞાનનું પેપર હોવાના કારણે સગીર પોતાના રૂમમાં 2 માર્ચના રોજ રાત્રીના સમયે ઉંઘવા માટે ગયો હતો. જ્યારે તેનો મોટો ભાઇ દાદા સાથે અને માતા પિતા તેમના રૂમમાં ઉંઘી ગયા હતા.દરમિયાન મોડી રાત્રીના સમયે વિદ્યાર્થીએ પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણી વડે ફાંસો ખાઇની આપઘાત કરી મોતને વહાલુ કર્યુ હતુ. સવારે પરિવારના બધા સભ્યો જાગી ગયા હતા અને પોતપોતાના રૂમમાથી બહાર આવ્યા હતા. પરંતુ દેવ બહાર આવ્યો ન હતો. જેથી માતા પિતાએ દરવાજો ખખડાવ્યો હોવા છતાં તેણે ખોલ્યો ન હતો. દરમિયાન પરિવારને ચિંતા થઇ હતી જેથી તેઓ દરવાજો અન્ય ચાવી વડે ખોલી જોતા દેવ પંખા સાથે લટકતો હતો. જેની જાણ હરણી પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી લાશને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top