Vadodara

વડોદરા : ધારાસભ્ય યોગેશ પટેલ બાદ વધુ એક ધારાસભ્ય આવ્યા મેદાનમાં

મહેસુલી તંત્રમાં ભ્રષ્ટાચારનો કેતન ઈનામદારે લગાવ્યો આરોપ :

આ સરકારની અંદર અમારી સરકારની જે છબી બગાડવાનું કામ કરતું હોય તો એ અધિકારીઓ કરે છે : કેતન ઈનામદાર…

સરકારી જમીનો પર કબજો અને દબાણો મામલે ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખતા અનેકના પેટમાં તેલ રેડાયું હતું. તો બીજી તરફ આ મામલામાં શહેર ભાજપ અધ્યક્ષે પણ મેદાનમાં આવી વડોદરામાં વિવિધ સળગતા પ્રશ્નો છે એમાં પણ ધ્યાન આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. ત્યારે હવે સમગ્ર મામલે સાવલીના ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદારે મહેસુલી તંત્રમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે , યોગેશ કાકા મારા સિનિયર ધારાસભ્ય છે અને એમણે જે મુદ્દો ઉઠાવ્યો છે. એ મુદ્દો મારા ધ્યાનમાં પણ આવેલો છે. લગભગ ઇલેક્શનનો સમય હતો. પણ છેલ્લા કેટલાક સમયથી 1250 જે પણ NA ની ફાઈલ રિજેક્ટ કરી છે દફતરે કરી અને 150 જેવી રિજેક્ટ કરી છે. હું એવું કહું છું કે, આ બધી વસ્તુ જ્યારે અમારી પાસે આવતી હોય ત્યારે અમે પણ એનું ધ્યાન અધિકારીઓને દોરતા હોય છે કે, આ શું છે અને શું નહીં. આખી જે વાત કરી એમાં બોગસ ખેડૂતોની વાત આજથી લગભગ ચાર-પાંચ મહિના પહેલા મારા સાવલી તાલુકાની અંદર બોગસ ખેડૂતો બનાવ્યા એ પણ કેવી જગ્યા પર કે જે વિધવા બહેનો જે જમીનોની છે. એ બિચારા શિક્ષિત નથી, એવી બહેનોની જમીનો પર બીજા લોકોનું ખોટું વારસાઈ કરી અને ખોટા મરણના દાખલા મૂકીને બોગસ ખેડૂતો બનાવવામાં આવ્યા હતા અને એની પણ તપાસ તત્કાલીન કલેકટર ગોર સાહેબે કરી હતી. એમાં ફરિયાદ કરવા માટે પોલીસ અધિકારી તૈયાર પણ છે, પણ મારો આગ્રહ એક જ છે કે, આની અંદર માત્ર ખેડૂત બનનાર અને વચ્ચે પણ જેણે આ ખેડૂત બનાવવા માટે જે સક્ષમ અધિકારીએ એની અંદર પૂરેપૂરો બેનિફિટ લીધો છે અને આખું જે માસ્ટર માઈન્ડ છે. એ માત્રને માત્ર અધિકારી હોઈ શકે. કારણ કે નાના નાના કામો માટે પ્રજાને જ્યારે નિયમો બતાવતા હોય જ્યારે અમારા જવાબ કોઈ રાજકીય વ્યક્તિ કઈ પ્રેક્ટીકલ બનવાની વાત કરતા હોય, ત્યારે પણ નિયમની વાત આવતી હોય છે. તો આટલા બધા મોટા કૌભાંડ થાય છે. તો કેવી રીતે થાય છે. આ પણ એક મોટી વાત છે. તો ક્યારેય આવા કોઈ બોગસ ખેડૂત બન્યા હોય તો સક્ષમ અધિકારી પર કાયદેસરની ફરિયાદ દાખલ થવી જોઈએ અને એની ઉપર એક્શન લેવા જોઈએ. તપાસ માત્ર નહીં તપાસમાં એક વસ્તુ સીધી પણ આવી જાય છે કે, ક્યારે આ બનાવ બન્યો છે. જ્યારે આ થયું છે. તો આમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં અધિકારીઓ સંડોવાયેલા છે. એટલે આ બધા મુદ્દાઓ છે. નિયમોની આડમાં કાયદાની આડમાં માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કરવો એવું કેટલાય અધિકારીઓ આ બધી વસ્તુથી ટેવાયેલા છે, અને જ્યારે પણ આ બધી વસ્તુઓની અંદર જો લોકોના હિત માટે જો નિર્ણય લેવાતા હોય અને લોકો માટે લોકોની સુરક્ષા માટે નિર્ણય લેવાતા હોય તો અમે એને આવકારીએ છે, પણ જો કોઈ ખોટા ઇન્ટેન્સને લઈને થતું હોય તો આ બહુ ખોટું પગલું છે. અને હું એવું કહીશ કે, હવે પછી આ સરકારની અંદર અમારી સરકારની જે છબી બગાડવાનું કામ કરતું હોય તો એ અધિકારીઓ કરે છે જે ફાઇલો દફતરે કરવામાં આવી છે, 150 ફાઈલો રિજેક્ટ કરવામાં આવી છે. આની તપાસની અંદર જ ખબર પડી જશે કે સાડી બારસો ફાઈલ શાની માટે રિજેક્ટ કરવામાં આવી છે. શું કરવા 150 ફાઈલ રિજેક્ટ કરવામાં આવી છે. જો એનું સોલ્યુશન આવી શકતું હોય, ક્વેરી સોલ્વ થઈ શકતી હોય તો, જે તે માલિકને આટલી હેરાનગતિ ના ભોગવડાવી જોઈએ અને હું એમ કહું છું કે, જો દફતરે એકવાર બેવાર કરવાથી કદાચ એમનો ઇન્ટેન્સ સંતોષાઈ જાય અને પછી એને રેગ્યુલર કરી આપે આવા બનાવ જો બનતા હોય તો એ ખોટા બને છે. અને આવા અધિકારીઓ પર દાબની ખૂબ જરૂર છે. આપણી જોડે જ્યારે એ લોકો કરતા હોય ત્યારે સાહેબ સાહેબ કરીને વાત કરતા હોય છે. એટલે આપણને સારું લાગતું હોય છે કે, ભાઈ આમ છે તેમ છે. અંદર ક્વેરી બતાવતા હોય છે કે, આ ભૂલ છે. જો આટલા મોટા મોટા કૌભાંડો બહાર આવે છે તો નાનામાં નાની વસ્તુ જે બિચારો એક શિષ્યવૃત્તિ લેવા માટે કે કદાચ દાખલો લેવા ગયો હોય એ આવકનો દાખલો લેવા માટે ગયો હોય કે પછી આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટે ગયો હોય તો એને નિયમો બતાવવામાં આવે છે. તો પછી જ્યારે આટલા મોટા કૌભાંડો બની જાય છે. ત્યારે નિયમો ક્યાં જાય છે આજે કોઈપણ વ્યક્તિને આપણે જ્યારે કહીએ છીએ કે, નાનો વ્યક્તિ છે પ્રેક્ટીકલ બનો કદાચ સરકારનો કોઈ યોજનાનો એને લાભ મળતો હશે એના માટે આ દાખલાની જરૂર હશે તો એ વખતે મોટું મન રાખીને પ્રેક્ટીકલ બનીને એક સારું પુણ્યનું કામ કરવું જોઈએ. નોંધનીય છે કે, ભાજપ સરકારમાં ધારાસભ્યોની જ રજૂઆતો ધ્યાને લેવાતી નથી. જેથી કરીને આ પ્રકારે ધારાસભ્યો પોતાની વાત મુકતા હોય છે. વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય બાદ હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ મેદાને આવ્યા છે. અને સીધો જ વાર મહેસૂલી વિભાગ પર કરી આ વિભાગમાં ખોટા કામ થઈ રહ્યા હોવાનો પોપડો ઉખેડી નાખ્યો છે.

Most Popular

To Top