Vadodara

વડોદરા : ધારાસભ્ય કેયુર રોકડિયાનો કોંગ્રેસના સંદિપ પટેલ વિરુદ્ધ 50 કરોડનો માનહાનિનો દાવો

પ્રતિનિધિ વડોદરા તા.19

વડોદરા શહેરમાં ધારાસભ્ય કેયુર રોકડિયા વિરુદ્ધ કોંગ્રેસના સંદિપ પટેલ દ્વારા પ્રતિબંધિત જમીન છુટી કરવા સાથે ઝોન તથા પ્લોટિંગ કર્યાં પાયાવિહોણા આક્ષેપ કરાયા હતા. જેથી ધારાસભ્યે કોંગ્રેસના કાર્યકર વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીનો 50 કરોડનો દાવો કરવા સાથે ફોજદારી કેસ કર્યો છે.

વડોદરા શહેરમાં પ્રતિબંધ ઝોનની જમીનને લઇને તાજેતરમાં ભાજપ અને કોંગ્રસ સામસામે આવી ગયા હતા. તાજેતરમાં કોંગ્રેસના સંદિપ પટેલે કોંગ્રેસના કાર્યલય પર ગત સપ્ટેમ્બર મહિનામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ધારાસભ્ય કેયુર રોકડિયા સામે ખોટી વાતો ફેલાવી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેયુર રોકડિયા મેયર ન હોવા છતાં મેયર તરીકે ઝોનફેર કર્યા હતા. ઉપરાંત જમીનના પ્લોટિંગ પણ કરી નાખવા સાથે મેયર કાળમાં પ્રતિબંધિત ઝોનની જમીન છુટી કરાવવા સહિતના આરોપો મુક્યા હતા. જેથી ધારાસભ્ય કેયુર રોકડિયાએ સંદીપ પટેલને બદનક્ષીની લીગલ નોટિસ આપ્યા બાદ કોર્ટમાં ફોજદારી ફરિયાદ પણ દાખલ કરાવી હતી. જેથી કોર્ટે સંદીપ પટેલ વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે. ફોજદારી કેસ ઉપરાંત તેઓ સંદિપ પટેલ વિરુદ્ધ સિવિલ કોર્ટમાં રૂપિયા 50 કરોડનો માનહાનીનો દાવો પણ માંડ્યો છે. આક્ષેપ કરનાર સંદીપ પટેલે કરેલા પાયાવિહોણા આક્ષેપના પુરાવા પણ તેમના પાસે માગવામાં આવ્યા હતા. પરંતુ તેઓ કોઈ પુરાવા પણ રજૂ કરી શક્યા ન હોય તેમના વિરુદ્ધ ફોજદારી અને સિવિલ રાહે કોર્ટમાં કેસ કરવા સાથે 50 કરોડોનો માનહાનિનો દાવો મુક્યો હોવાનું ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું.

Most Popular

To Top