Vadodara

વડોદરા : ધારાસભ્યશ્રી હવે કંઈ કરો, અધિકારીઓ લાખો રૂ.પગાર લઈ એસીમાં બેસી રહે છે, અમારું સાંભળતા નથી

કલાકો સુધી વીજળી ગુલ થતા ખીજાયેલા લોકોનું વીજ કચેરીમાં હલ્લાબોલ :

ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના નિવાસ્થાને મોરચો માંડી કરી ઉગ્ર રજૂઆત :

( પ્રતિનિધિ ) વડોદરા તા.7

વડોદરા શહેરમાં વધુ એક વખત વીજ ધાંધિયા સર્જાયા છે. સન ફાર્મા અકોટા વાસણા સબ ડિવિઝન અંતર્ગત આવતી સંખ્યાબંધ સોસાયટીઓમાં વીજળી ગુલ થતા લોકો રોષે ભરાયા હતા અને વીજ કચેરી પહોંચી હોબાળો મચાવ્યો હતો. તેમ છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા વહેલી સવારે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના નિવસ્થાને પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.

અકોટા સબ ડિવિઝનના જુનિયર એન્જીનીયર એ.જે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલમાં ખરેખર આ પરિસ્થિતિ ખરાબ છે. સન ફાર્માથી અંડર ગ્રાઉન્ડ કેબલ વાયર ફાયર થયો હતો. આ પહેલા દિવસે જે થયું હતું 21-22 તારીખે એજ રીતે. સનફાર્માની લાઈન ફીડર ઉપર નાખવામાં આવી , ફરી એ જ ઇસ્યુ આવ્યો, એ રિસોલ્વ ન થયો, એ ચાલુ કરતાં કરતાં વાસણા સબ સ્ટેશન બંધ થઈ ગયું. પબ્લિકનો રોષ સો ટકા સાચો છે. લોકોએ સપોર્ટ પણ ખૂબ જ કર્યો છે. તકલીફ ટેક્નિકલી આવી છે. સબ સ્ટેશનમાં અમે ફરી વાત કરી સબ સ્ટેશન બંધ થયું, ફરી આખી ટીમ ભેગી થઈ. ત્યાંથી શરૂ કરવા કવાયત કરી હાલ કામગીરી ચાલુ છે.

એક સ્થાનિક રાહીશે જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યાથી લાઈટ ગઈ હતી. 12:00 વાગે આવી અને પછી સાંજે 4 વાગે ગઈ અને રાત્રે 3 વાગ્યા સુધી લાઈટ આવી નહીં. આજ સ્ટાફ સાથે વાત કરી કે સવારે લાઈટ આવશે. તો બેટરી લઈ બધા સબ સ્ટેશન પર ચા પી રહ્યા હતા. અહીંયા આવ્યા તો પોલીસની ગાડી બોલાવી લીધી છે. બીજી તરફ વીજ કંપનીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સાંજે પોણા છ વાગ્યાની આસપાસ કેબલમાં ફોલ્ટ થયો હતો. એ ફોલ્ટ થતાં અમે લોડ ચેન્જ ઓવર કર્યો હતો અને તે થતા જમ્પર સળગી ગયા છે. તેની કામગીરી અમે કરી રહ્યા છીએ. મોડી રાત સુધી પણ ફીડરમાં ફોલ્ટ છે. વિરોધ કરવાથી કોઈ નીવેડો નહીં આવે અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ થવાના કારણે આ સમસ્યા સર્જાય છે.

અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે પાંચ વિસ્તારોમાં લાઈટો ગઈ છે. વીજ કંપની દ્વારા કેબલ ફોલ્ટ કહેવામાં આવી રહ્યું છે, પણ તે ફોલ્ટ મળતો નથી તેઓ ઓવર હેડ કરીને ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તે થઈ શકતું નથી લોકોના કહ્યા મુજબ ગઈકાલે સાંજે 7:00 વાગ્યાથી લાઇટો નથી હવે તો હદ થઈ ગઈ છે. વીજ કંપનીના અધિકારીઓ પણ લોકોના ફોન નથી ઉપાડતા. આ બધા લોકો અહીંયા આવ્યા છે. નોંધનીય છે કે રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતા કહ્યું હતું કે ધારાસભ્ય શ્રી હવે તમે કંઈક કરો આ અધિકારીઓ લાખો રૂપિયા પગાર લઈ એસી કેબિનમાં બેસી રહે છે, કોઈનું સાંભળતા નથી.

Most Popular

To Top