(પ્રતિનિધિ) વડોદરા તા.15
મકાનના ફોટા લેવાના બહાને ઘરે ગયા બાદ મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલના પૂર્વ પીએ રાજેશ ગોહિલને રામપુરાથી ઝડપી પાડ્યો હતો. તેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી 5 દિનના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના મંજૂર કર્યા છે.
વડોદરા શહેર નજીક આવેલા રણોલી વિસ્તારમાં પોતાની 16 વર્ષીય પુત્રી સાથે પતિથી અલગ રહેતી મહિલાને ગંભીર બીમારી થઇ જતા પોતાની હોટલ બંધ કરવાનો આવ્યો હતો. જેથી મહિલાથી ખરીદ કરેલા મકાનના હપ્તા ભરી શકી ન હતી. જેથી ત્રણ ચાર હપ્તા ચડી ગયા હતા. જેથી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા જતા તેઓ નહી પરંત પૂર્વ પીએએ રાજેશ ગોહિલ મળી આવ્યો હતો. જેથી મહિલા મકાનના વેચાણ બાબતે કહેતા રાજેશ ગોહિલ ઘર ફોટા લેવાના બહાને તેમના ઘરે પહોંચી ગયો હતો અને એકલતાનો લાભ લઇને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી મહિલાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગોહિલ ધરપકડથી બચવા માટે પોતાના રહેણાક મકાન પર જતો હતો અને સુરત બાદ તેના વતન ખાતે રહ્યો હતો. દરમિયાન ગઇ કાલે મંગળવારે અનગઢ માતાજી મંદિરે દર્શન કરીને પરત પાદરા જવા માટે રામપુરા ખાતે ઉભો હતો.ત્યારે પોલીસે તેને દબોચી લીધા બાદ કાર પણ કબજે કરી છે. આરોપીની વધુ પુછપરછ કરવા માટે પોલીસે બુધવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ અન્ય કોઇ મહિલા સાથે આરીતે જબરદસ્તી રીતે સંબંધ બાંધ્યા છે, ઉપરાંત ફરાર થયા બાદ તેને કોણે કોણે આર્થિક મદદ કરી આસરો આપ્યો હતો તેની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરાશે.