Vadodara

વડોદરા : ધનોરા ગામની સીમમાં 1.62 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો…

વડોદરા શહેરના ઝોન -1માં આવતા 7 પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પકડાયેલા રૂ. 1.62 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બૂલડોઝર ફેરવીને વડોદરાના ધનોરા ગામની સીમમાં વિધવત નાશ કરાયો હતો. આ સમય દરમિયાન ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા શહેરના ઝોન-1માં આવતા જવાહરનગર, નંદેસરી, છાણી, ગોરવા, લક્ષ્મીપુરા, સયાજીગંજ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના 225 ગુનાઓમાં 1.62 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હતો. ત્યારે 9 ઓગષ્ટના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વડોદરાના ધનોરા ગામની સીમમાં 1.62 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને વિધિવત નાશ કરાયો હતો. આ સમયે ડીસીપી ઝોન-1 જે સી કોઠિયા, ડિવિઝનના એસીપી, તમામ સાત પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇ તેમજ નશાબંધીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓના નિરીક્ષણ હેઠળ દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો. ડીસીપી ઝોન -1  જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ બાદ આજે 9 ઓગષ્ટના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા દારૂના જથ્થા તથા સિરપનો પણ નાશ કરાયો છે.

Most Popular

To Top