છેલ્લા એક મહિનાથી સમસ્યાનું નિરાકરણ કરવાના નહીં આવતું હોવાના આક્ષેપ
વરસાદ ફળિયામાં પંદર દિવસ થાંભલા પડી ગયા હોવા છતાં કામગીરી નહીં થતા ગ્રામજનોને હાલાકી

( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેર નજીક ધનિયાવી ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજળી ગુલ થવાની સમસ્યા ઉદ્ભવી છે. છેલ્લા પંદર દિવસથી બે વીજ થાંભલા તૂટી પડ્યા છે. વારંવારની રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં થતાં ગ્રામજનોએ એકત્ર થઈ જાંબુવા ડિવિઝનલ ઓફિસ ખાતે પહોંચી પંખા બંધ કરી દઈ વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા શહેર નજીક ધનિયાવી ગામના વસાહત ફળિયામાં બે વીઘા થાંભલા પડી ગયા છે છેલ્લા ઘણા સમયથી લાઈટો ભૂલ થવાની સમસ્યા ઉદભવી છે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા ગ્રામજનો આખરી ગરમીમાં હેરાન પરેશાન થઈ ઊઠ્યા છે. ત્યારે સોમવારે ગ્રામજનોએ એકત્ર થઈ ડિવિઝનલ ઓફિસ ખાતે પહોંચી ઓફિસમાં પંખા બંધ કરી દઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શશીકાંતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે એક મહિનાથી ધન્ય આવી ગામમાં વસાહત ફળિયામાં બે પોલ પડી ગયા છે. અને એની રજૂઆત લઈને આવ્યા છે. ગમે ત્યારે લાઈટો કાપી લેય છે અને ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે. બે વર્ષથી અમારી અરજીઓ ચાલુ છે. છેલ્લા 15 દિવસથી આ બે થાંભલા પડી ગયા છે. પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. કોઈ આવતું નથી. આજે અહીં ઓફિસે આવીને બે મિનિટ માટે અમે આ ઓફિસમાં પંખા લાઈટો બંધ કરી દીધી તો એમના સાહેબને ખબર પડી પડી ગઈ અને અમે આજે એક મહિનાથી આ વેઠી રહ્યા છે. નાના બાળકો, ઘરમાં વૃદ્ધો છે વીજળી વિના ચાલે તેમ નથી. ડેપ્યુટી એન્જીનિયર એમ.વી. ચૌહાણએ જણાવ્યું હતું કે, આ ડિવિઝન ઓફિસ છે અને ગ્રામજનો જે પાવર સપ્લાય લેય છે. એ જાંબુઆ સબ ડિવિઝન માંથી આવે છે. આ લોકો રજૂઆત કરવા ડિવિઝનમાં ઉપર આવ્યા એટલે અમે એમની રજૂઆત સાંભળી અને રજૂઆતની સાથે એમને જે તે અધિકારી છે તેમના હેલ્પર છે એમને મેસેજ કરીએ છીએ કે તમે આ કમ્પ્લેન છે એને સોલ્વ કરો. અમારી જે ડિવિઝન ઓફિસ હોઈ એટલે અમારે જે તે અધિકારીને કહેવાનું હોય, નહીં કે અમારી આ વર્કિંગ ઓફિસ છે, પણ જે ગ્રામજનો આવ્યા અમારા સબ ડિવિઝનમાંથી જ આવ્યા છે. એટલે અમે એમની રજૂઆત સાંભળી છે પણ આ લોકોએ સીધા આવીને અમારી લાઇટો અને પંખા બંધ કરી દીધા. એ વ્યાજબી નથી. આ લોકો આજે આયા ત્યારે જ ખબર પડી કે આ લોકોની બે વર્ષથી આવી સમસ્યા છે. ગમે તેવી રજૂઆત હોય તો તે માટે શિસ્તતા જાળવી જોઈએ. અમે આગળ કરવા તૈયાર છે. આટલી બધી ગરમીમાં બધાને તકલીફ પડતી હોય તો અમે એમને મદદ જે થતી હોય સબ ડિવિઝન ને કહેવાનું હોય એમને કહીએ અમે લેખીત રજૂઆત લઈ લઈએ અને નીચે અધિકારીને સૂચના આપી શકીએ છીએ.
