Vadodara

વડોદરા : દૂષિત પાણીની સમસ્યા નિવારવા મેન લાઈન કાપી નાખી, 80 થી વધુ મકાનોના રહીશોને અસર

વોર્ડ 2 માં સમાવિષ્ટ એકતાનગરમાં તહેવારો ટાણે પાણીની સમસ્યા :

ત્રણ દિવસથી પાણી માટે વલખાં મારતાં રહીશોના તંત્ર સામે પ્રહાર :

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ 2 માં સમાવિષ્ટ એકતાનગરમાં તહેવારો ટાણે પાણીની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિક રહીશોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી નારાજગી દર્શાવી હતી. ત્યારે,સ્થાનિક લોકોએ પાણીના ટેન્કર પૂરું પાડવા માંગણી કરી હતી.

વડોદરામાં ફરી એક વખત પાણીની સમસ્યા ઊભી થઈ છે. સમા વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ એકતાનગરમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીની ઉઠી હતી. જેને લઈને પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી અને મેન લાઈનનું કનેક્શન કાપી નાખતા સ્થાનિક સોસાયટીમાં 80 થી વધુ મકાનોમાં પાણી નહીં મળતા તહેવારો ટાણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે સ્થાનિક રહ્યું છે.સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે નારાજગી પણ દર્શાવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, પૂર્વ સાંસદ અને હાલના સાંસદ પણ આ જ વિસ્તારના છે. ભાજપના શાસનમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાલિકા દ્વારા પાણીના ટેન્કરની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી કરી હતી. છેલ્લા ઘણા દિવસથી પાણી નહીં મળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નહીં હોવાના આક્ષેપ પણ સ્થાનિક રહીશોએ કર્યા હતા.

ભાજપના શાસનમાં આવી પરિસ્થિતિ તો વિકાસ ખાડે ગયો છે :

છેલ્લા ઘણા દિવસોથી પાણી નથી આવતું પાણી ગંદુ આવતું હતું એટલે લોકોએ રજૂઆત કરી હતી કોર્પોરેશન વાળા આવીને પાણીનો મેન પાઇપ કટ કરી દીધો છે. 80 થી 100 ઘર એવા છે કે, જે લોકોને ત્રણ થી ચાર દિવસથી પાણી નથી આવી રહ્યું. આ તહેવારના દિવસો છે સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમના કહેવા પ્રમાણે હજી કોઈ જોવા નથી આવ્યું તો આ ખૂબ જ દુઃખદ ઘટના છે. જો આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહી છે તો વિકાસ ખાડે ગયો હોય એવું લાગી રહ્યું છે કારણ કે પાણીનો મુખ્ય પાઇપ કટ કરી જેને રીપેરીંગ કરવાનું આશ્વાસન આપ્યા પછી પણ અહીંયા પાણી નથી : ડો.નિકુલ પટેલ,સ્થાનિક

Most Popular

To Top