Vadodara

વડોદરા : દુષ્કર્મ અને પોકસોનો આરોપી ગાંધીનગર જિલ્લામાંથી ઝડપાયો

સેન્ટ્રલ જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર થઈ ગયો હતો

પ્રતિનિધિ વડોદરા તા.22
દુષ્કર્મ અને પોકસોના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો કેદી પેરોલ રજા પરથી બારોબાર ફરાર થઈ ગયો હતો. આ રીઢા કેદીને ગાંધીનગર જીલ્લાના દોલતપુરા લવાડ ગામેથી પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડ્યા બાદ વડોદરા મધ્યસ્થ જેલના હવાલે કર્યો હતો.

વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ઘણા કેદીઓ પેરોલ, ફર્લો અને વચગાળાની રજા પરથી મુક્ત થયા બાદ પુનઃ જેલમાં હાજર થવાની તારીખે હાજર નહિ થઈ બારોબાર ફરાર થઈ જતાં હોય છે. જેથી આવા ફરાર કેદીઓને શોધી કાઢીને પરત મધ્યસ્થ જેલના હવાલે કરવાની સૂચના પોલીસ નરસિમ્હા કોમાર કરાઈ હતી. જેના આધારે
ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો ટીમ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચગાળા, પેરોલ અને ફર્લો રજા પર બહાર નિકળ્યા બાદ ફરાર થયેલા કેદીઓની શોધખોળ કરી રહી હતી. દરમ્યાન ખેડા જીલ્લો કઠલાલ પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને પોકશોના ગુનામાં આરોપી નરેંદ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ (રહે. ગામ ધોળાકુવા કોસમ તા.કપડવંજ જી.ખેડા મુળ ગામ દોલતપુરા લવાડ તા.દહેગામ જી.ગાંધીનગર)ને કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા તેમજ રૂ.1 લાખનો દંડ તેમજ દંડ ન ભરવા બદલ વધુ દિન-300ની સજા ફરમાવી હતી. આ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમ્યાન કેદીને હાઇકોર્ટના હુકમ આધારે દીન-7 ની પેરોલ રજા ઉપર ગઇ 3 ઓગસ્ટ 2027ના રોજ વડોદરા સેંટ્રલ જેલથી મુક્ત કરાયો હતો તેમજ કેદીને તેની પેરોલ રજા પુર્ણ થતા 11 ઓગસ્ટ 2024 ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થયો ન હતો અને ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લોની ટીમ કેદીની ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી હતી. દરમ્યાન ફરાર કેદી હાલમાં તેના મુળ ગામ દોલતપુરા લવાડ તા.દહેગામ જી.ગાંધીનગર ખાતે આશ્રય લેતો હોવાની મળી હતી. જેથી જેથી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લોની ટીમના માણસો કેદીના મુળ ગામ દોલતપુરા લવાડ તા.દહેગામ જી.ગાંધીનગર ખાતે જઇ ખાનગી રાહે વોચ પહોંચી તેને ઝડપી પાડયો હતો. કેદીને વડોદરા લાવ્યા બાદ વડોદરા જેલમાં સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top