વાડી સ્વામીનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં હજુ સ્વામીનો કોઇ પતો લાગ્યો નથી
પોલીસે ભોગ બનનાર પીડીતાનું ફર્ધર મેડિકલ પણ કરાવ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા.14
વાડી સ્વામીનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી દ્વારા સગીરા પર આચરાયેલા દુષ્કર્મ કેસમાં વડતાલ અને વાડી મંદિરના સ્વામીઓ પોલીસને સમર્થન આપતા નથી. કોઇ માહિતી માગવા છતાં કેમ મંદિર તરફથી અપાતી તેને લઇને અનેક સવાલ ઉભા થયા છે. જેથી પોલીસે બંને મંદિરમાં લેખિતમાં સ્વામીના પુર્વાશ્રમની માહિતી માગણી કરાઇ છે. બીજી તરફ સગીરાનું ફર્ધર મેડિકલ પણ પોલીસ દ્વારા કરાવાયું હતું.
વાડી સ્વામીનારામંદિરના પૂર્વ કોઠારી જગતપવનદાસ સ્વામીએ સગીરાને ગિફ્ટ આપવાના બહાને રૂમમાં લઇને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબા ધમકી આપીને તેના નગ્ન ફોટા તથા વીડિયો પણ મંગાવી લીધા હતા. દરમિયાન સગીરાએ 8 વર્ષ બાદ 23 વર્ષની થતા વાડી પોલીસ સ્ટેશનમાં સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે સ્વામી વિરુદ્ધ ગુનો દાખલ કરીને ઝડપી પાડવા શોધખોળ કરી રહી છે. ત્યારે હજુ સુધી વાડી પોલીસને આરોપીનો કેમ પતો મળ્યો નથી તેવા ઉભા થઇ રહ્યા છે. પોલીસે વાડી તથા વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામીઓ પોલીસને કોઇ વિગત સ્વામી આપતા નથી. જેથી પોલીસે કાયદેસર રીતે લેખિતમાં સ્વામીના પૂર્વશ્રમની માહિતી માગી છે. જેમાં તેઓ તેમનો જન્મ કયા ગામે થયો હતો. તેના માતા પિતા કોણ છે અને હાલમાં ક્યા રહે છે. પરિવારના કેટલા સભ્યો છે. જે તે સમયે વડતાલ મંદિરમાં ક્યારે આવ્યા હતા. ક્યારે બદલી થઇ હતી. તેમને કોઠારી સ્વામી કયારે કયા વર્ષમાં બનાવાયા હતા તેમના ગુરુ કોણ હતા ? તેની તમામ વિગતો પોલીસ દ્વારા બંને મંદિરમાં માગવામાં આવી છે. પીડીતાનું ફર્ધર મેડિકલ પણ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું હતું.