Vadodara

વડોદરા : દુષ્કર્મના આરોપીને બચાવવાનો પ્રયાસ કરનાર પીઆઇ કે એન લાઠીયાનો કાયદા સામે પનો ટૂંકો પડ્યો

આધાર હોસ્પિટલ અને આરોપીને બચાવવા માંગતા પીઆઈએ જ અશરફ ચાવડાની ધરપકડ કરવી પડી

વડોદરા તારીખ 18

ગોરવા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલ પાસેના આધાર હોસ્પિટલમાં નર્સ પર રેડિયોલોજી વિભાગમાં નોકરી કરતા કર્મચારી દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારાયું હતું. બીજા દિવસે ફરિયાદ નોંધાવવા માટે ગયેલી યુવતીને કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી તથા ફરિયાદ નહીં નોંધાવવા દબાણ કરી સમગ્ર ઘટના રફેદફે કરવા સાથે આરોપીને બચાવવા માંગતા ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇનો કાયદા સામે પનો ટૂંકો પડ્યો હતો અને જે અધિકારી ફરિયાદ નહી નોંધવા માંગતા હતા તેમણે જ આરોપીની ધરપકડ કરવી પડી હતી.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલા આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં વાસી ઉતરાયણના દિવસે કામ કરતી નર્સ પર રેડિયોલોજી વિભાગમાં નોકરી કરતા અશરફ ચાવડાએ બળજબરીપૂર્વક ઉચકીને બીજા મારે ઓપરેશન થિયેટરમાં લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. સાંજના સમયે યુવતી તેની સાથે બનેલી ઘટનાની 16 જાન્યુઆરીના રોજ સવારના સમય ગોરવા પોલીસ સ્ટેશનમાં બીજા દિવસે પોતાના ભાઈ સાથે ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. પરંતુ આધાર હોસ્પિટલના ડોક્ટર દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એન લાઠીયાને સમગ્ર મામલો દબાવી દેવા માટે જણાવ્યું હતું. જેના કારણે પીઆઇ દ્વારા સવારના ફરિયાદ નોંધાવવા માટે આવેલી ભોગ બનનાર યુવતીને મોડી રાત્રીના સમય સુધી બેસાડીને ફરિયાદ નહીં નોંધાવવા માટે દબાણ કર્યું હતું. પરંતુ યુવતી અને તેના ભાઈની ફરિયાદ કરવા માટેની જીદ આગળ પીઆઈની એક ચાલી ન હતી. આખરે મોડી રાતના 11 વાગ્યાની આસપાસ દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવી પડી હતી. હોસ્પિટલનું નામ બદનામ ન થાય તેના માટે પીઆઇ કે એન લાઠીયા સાથે ડોક્ટર દ્વારા એવી તો કેવી ડીલ કરાઈ હતી જેના કારણે યુવતીને 12 કલાક જેટલી બેસાડી રાખવી પડી હતી. પરંતુ પીઆઈનો ઘણા પ્રયાસો કરવા છતા કાયદા આગળ પાનો ટૂંકો પડ્યો હતો. ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે જે પી આઈ તમામ દુષ્કર્મનો બનાવ રફેદફે કરવા માંગતા હતા તે જ પીઆઈએ આરોપીની ધરપકડ કરવી પડી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ યુવતી સાથે ઘટના બની હતી ત્યારે હોસ્પિટલમાં નોકરી કરતા અન્ય કર્મચારીઓએ આરોપીને મદદ કરી છે તેના માટે કર્મચારીઓ સહિત ડોક્ટરનુ નિવેદન લેવામાં આવશે તેવું ગઈકાલે ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું પરંતુ અત્યાર સુધી પીઆઇ દ્વારા કેમ આધાર હોસ્પિટલના ડોક્ટરનું નિવેદન કેમ લેવામાં આવ્યું નથી? જેને લઇને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આધાર હોસ્પિટલનુ નામ બદનામ ન થાય તેના માટે પણ ડોક્ટર અને પીઆઈના તમામ પ્રયાસો નિરર્થક સાબિત થયા.

Most Popular

To Top