Vadodara

વડોદરા : દિવાળીપુરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એક્શનમાં

સુરક્ષાના ભાગરૂપે કોર્ટ ખાલી કરાવાઈ, ડોગ અને બોમ્બ સ્કોર દ્વારા ચેકિંગ

વડોદરા તા.5

વડોદરા શહેરમા બોમ્બની ધમકી મળ્યાનું ભૂત ફરી ધૂણ્યું છે. કોર્ટ સંકુલમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા કોર્ટ સંકુલમાં શોધખોળ હાથ ધરાઈ છે. સુરક્ષાના ભાગરૂપે તમામ વકીલો અને પક્ષકારોને કોર્ટમાં હાજર નહીં રહેવા અને તુરંત ખાલી કરવા માટે પણ વકીલ મંડળ દ્વારા અપીલ કરાઈ છે.
વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી 26 સ્કૂલ જેટલી સ્કૂલ અને દીવાળી પુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી ભર્યા અલગ અલગ આઇડી પરથી મેલ કરવામાં આવ્યા હતા. જેના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત ,બોમ્બ અને ડોગ સ્કવોડ સહિત સમગ્ર પોલીસ તંત્ર એક્શમાં આવી ગયું હતું.પોલીસ દ્વારા વિવિધ જગ્યા પર ચેકીંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળી આવ્યો ન હતો. જેના પગલે પોલીસ તંત્રે હાશકારો અનુભવ્યો હતો અને સહેજ રાહત અનુભવી હતી. ત્યાંતો તો ફરી જેવી હોળી અને ધુળેટીનો તહેવાર પૂર્ણ થયો કે તેના બીજા જ દિવસે ફરીવાર દીવાળી કોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનો ગર્ભિત ધમકી ભર્યો મેલ મળતા ચકચાર મચી જવા પામી છે.
સ્થાનિક પોલીસ સહિત એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ અને ડોગ સ્કવોડ તેમજ ઉચ્ચ અધિકારી તુરત સ્થળ પર દોડી આવ્યા હતા અને કોર્ટ સંકુલમાં બોમ્બ શોધવાની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી મળેલી સૂચનાના આધારે ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરા વડોદરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય સુરક્ષાનાં ભાગરૂપે તમામ વકીલો તેમજ પક્ષકારોએ કોર્ટમાં હાજર રહેવું નહીં અને કોર્ટ તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટેની અપીલ કરવામાં આવી છે

Most Popular

To Top