પ્રતિનિધિ વડોદરા તા. 6
વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાંથી પસાર થતા દિવાળીપુરા કોર્ટના પટાવાળા પંકચર પડેલી સ્કુટી દોરી જતા હતા. દરમિયાન ત્યાં આવેલા ગઠિયાએ કાકા લાવો તમારી સ્કુટી દોરીને પંકચર કરાવવા લઈ જાવ છું તમે ધીરે ધીરે આગળ આવો તેમ કહી સ્કુટી લઈને ફરાર થઈ ગયો હતો. પટાવાળાએ શોધખોળ કરવા છતાં સ્કુટી તથા ગઠીયો નહિ મળી આવતા તેઓએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા શ્રીનાથ પાર્ક કોમ્પલેક્ષમાં રહેતા આશિષ કિરીટભાઈ શાહ દિવાળીપુરા કોર્ટમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે.એક સ્કુટી સેકન્ડમાં ખરીદી હતી અને તેઓ કામ અર્થે સીટીમાં થઈ દાંડીયાબજાર ગણપતિ મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સ્કુટીનું ટાયર પંકચર થઈ ગયું હતું. જેથી તેઓ સ્કુટી દોરી પંકચર કરાવવા લઈ જતા હતા. ત્યારે એક ગઠિયો તેમની પાસે આવ્યો હતી અને લાવો કાકા હું દોરીને આગળ પંકચરવાળો છે ત્યાં તમારી સ્કૂટીને પંકચર કરાવવા માટે લઈ જાવ તમે ધીરે ધીરે આગળ આવો. જેથી પટાવાળાએ વિશ્વાસ કરીને તે ગઠીયાને પોતાની એકટીવા પંચર કરાવવા લઈ જવા માટે આપી હતી. ગઠિયો સ્કૂટી દોરીને આગળ લઇ ગયો અને થોડીવાર પછી તેઓએ આગળ જઈને જોતા ક્યાંય જણાઈ આવ્યો ન હતો. જેથી પટાવાળા સાથે છેતરપીંડી કરનાર ગઠિયા વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચકરો ગતિમાન કર્યા છે.
વડોદરા : દિવાળીપુરા કોર્ટના પટાવાળાની પંકચર પડેલી સ્કૂટી લઈને ગઠીયો રફુચક્કર
By
Posted on