Vadodara

વડોદરા : દિલીપ ગોહિલને સાથે રાખીને પોલીસે ન્યુ અલકાપુરીના મકાનમાં સર્ચ કર્યું

જમીન કૌભાંડના રૂપિયાથી વિદેશમાં શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષે તાગડધિન્ના કર્યાં

પ્રતિનિધિ વડોદરા તા.17

ચકચારી જમીન કૌભાંડના આરોપી ભાજપના નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપ ગોહિલે ભાજપના કોર્પોરેટર પાસેથી પડાવેલા રૂ.10 લાખ તથા ખેડૂતના એક કરોડ ઉપરાતની રકમથી વિદેશમાં ભાગી જઇને તાગડધિન્ના કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ન્યુ અલકાપુરીના તેના મકાન સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ કોઇ પુરાવા મળ્યા ન હતા.

ભાજપના શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપ ગોહિલ દ્વારા કમલેશ દેત્રોજા સાથે મળીને ભાજપના કોર્પોરેટર તથા વૃદ્ધ ખેડૂતને સુખલીપુરાની જમીન વેચાણ આપવાનું કહીને કરોડોની ઠગાઇ આચરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર પાસેથી રૂ.10 લાખ તથા ખેડૂત પાસેથી રૂ.1.04 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. જમીન કૌભાંડનો ભાંડો ફુટી જતા પોલીસ દ્વારા કમલેશ દેત્રોજાની ધરપકડ કરી તેને જેલના હવાલે કરી લીધી હતો. પરંતુ દિલીપ ગોહીલ દુબઇથી ભાગી ગયો હતો. દરમિયાન પરત આવતી વેળા પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધો હતો. તેનો કોર્ટમાં રજૂ કરીને ઇકો સેલ પોલીસના પીઆઇ રાકેશ ઠાકર દ્વારા 4 રિમાન્ડ મંજુર કરાવવામાં આવ્યાં હતા.  હાલમાં આરોપી રિમાન્ડ પર હોય તેની પૂછપરછ કરાતા દિલીપ ગોહિલે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી પડાવેલા દસ લાખ તથા ખેડૂતના એક કરોડ ઉપરાંતના રૂપિયા લઇને વિદેશ ભાગી ગયો હતો અને ત્યાં રૂમ ભાડે રાખીને રહ્યો હતો, જેટલા દિવસ નાસતો ફરતો રહ્યો ત્યારે જમીન કૌભાંડના રૂપિયાથી તાગડધિન્ના કર્યાં હતા. પોલીસ દ્વારા શનિવારના તેના ન્યુ અલકાપુરી ખાતે મકાનમાં સર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસને કોઇ પુરાવા મળ્યા નથી.

Most Popular

To Top