પ્રતિનિધિ વડોદરા તા.29
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદે થતી દારૂની હેરાફેરી પર સપાટો બોલાવવાનો શરૂ કર્યો છે. ત્યારે મંજુસર પોલીસે આજોડ ગામની સીમમાંથી રૂ.8.09 લાખ તથા ભરથાણા ટોલનાકા પાસેથી રૂ.2.71 લાખના દારૂના જથ્થા સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. પોલીસે દારૂનો જથ્થો અને બે કાર સહિત રૂ.20.27 લા ખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરના ટોલનાકા પાસેથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક સહિતના ત્રણ આરોપી આવી રહ્યા છે અને આજોડ ગામની સીમમાંથી પસાર થવાના છે એવી બાતમી આધારે મંજુસર પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે ઉભી રખાવી ત્રણ શખ્સોને નીચે ઉતાર્યાં હતા. ત્યારબાદ કારમાં તપાસ કરતા રૂ. 8..09 લાખન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ, કાર રૂ.7 લાખ તથા મોબાઇલ રૂ. 27 હજાર મળી રૂ.14.36 લાખના મુદ્દામાલ સાથે શ્રવણ જોગારામ સારણ, જોરારામ જાલારામ ગોદારા અને કપિલ (તમામ રહે. રાજસ્થાન)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં ગ્રામ્ય એલસીબી પી આઇ કે,આર,સીસોદીયાની સુચના મુજબ ટીમના જવાનો ગેરકાયદે થતી દારૂની હેરાફેરી પર સતત વોચ રાખવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર નેશનલ હાઇવે 48 પર પાલેજથી વડોદરા તરફ જવાની છે. જેથી એલસીબીની ટીમે ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને ઉભી રખાવી હતી. કારમાં ચાલક યોગેશ નવીન પ્રજાપતિ (રહે. શાલીગ્રામ સોસાયટીમા એરફોર્સ પાસે મકરપુરા વડોદરા) તથા મનિષ નારણ પરમાર (રહે. શામળકુવા, પાદરા ટાઉન )તથા અજય ભીખા સોલંકી (રહે. શામળકુવા પાદરા પાદરા) બેઠેલા હોય તેમને ઝડપી પાડ્યાં હતા. તેમને નીચે ઉતાર્યા બાદ કારમાં તલાસી લેતા રૂ.2.71 લાખનો દારૂ મળી આવ્યો હતો. જેથી એલસીબી પોલીસે દારૂ, કાર અને બે મોબાઇલ મળી રૂ. 5.91 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યો છે.