પ્રતિનિધિ વડોદરા તા.27
તાજેતરમાં જ સોશીયલ મીડીયામા એક ઘરમાં દારૂની બોટલ લઈને સીકલીગર મહેફીલ માણવા બેઠા હોય તે પૂર્વેનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે પોલીસે તપાસ કરતા વિડીયો ખોડીયાર નગર ખાતે આવેલા વુડાના મકાનનો હોવાનું જાણવા મળ્યું હતું અને વીડીયોના આધારે 4 સીકલીગરોને પોલીસે ગણતરીના કલાકોમા ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિકલીગરો ભેગા થઈને દારૂની મંગાવ્યા બાદ તેની મહેફિલ માણવા બેઠા હતા અને એક સીકલીગરે તેનો વિડીયો બનાવ્યો હતો. તે વીડિયોમાં સીકલીગરે “મજા લે રહે હૈ મજા લે રહે હૈ કુલ એન્જોય અને છેલ્લે સબકો સતશ્રી અકાલ ભાઇ” જેવા શબ્દો ઉચ્ચારી મકાનમાં વિદેશી દારૂના કવાટરીયા સાથે 4 સિક્લીગર જણાયા હતા અને તેઓએ એક બાળકને પણ દારૂની બોટલ હાથમાં પકડાવી હતી. તે વીડીયો સોશીયલ મીડીયામા વાયરલ કરીને દારૂબંધીના લીરેલીરા ઉડાવી દીધા હતા. આ વીડિયોની તપાસ કરતા ખોડીયારનગર ખાતે આવેલા વુડાના મકાનનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાપોદ પોલીસે વીડીયોના આધારે 4 સીકલીગર કાલુસિંગ ચરણસિંગ દુધાણી (રહે, ભીમા દવાખાનાની પાછળ સરદારજીનો મહોલ્લો વારસીયા વડોદરા શહેર), રવિસિંગ હરજીતસિંગ ઉર્ફે મદનલાલ દુધાણી ( રહે,ચાચાનેહરૂનગર કમલાનગરની પાસે આજવા રોડ વડોદરા શહેર), શમશેરસિંગ ફરજીતસિંગ ઉર્ફે મદનલાલ દુધાણી ( રહે.ચાચાનેહરૂનગર કમલાનગરની પાસે આજવા રોડ વડોદરા શહેર), મહેદ્રસિંગ ખજાનર્સિંગ બાવરી (રહે. પીળા વુડાના મકાન પાંજળાપોળ રોડ વડોદરા શહેર)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
