વાઘોડિયા GIDCમા બુટલેગરો બેફામ બની ખુલ્લામા વિદેશી દારુનો ઘીકતો ઘમઘમતો ઘંઘો
દારુબંઘી કરવામા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી.
વાઘોડિયા જૂની જીઆઈડીસીમાં ખુલ્લેઆમ વિદેશી દારુનો વેપલો કરતા બુટલેગરનો વિડીયો શોશ્યલ મિડીયામા વાયરલ થયો છે.જેમાં બુટલેગર ઔદ્યોગિક એકમોથી ધમધમતા વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો કરતો કેમેરામાં કેદ થયો છે. જેનો વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થયો છે.
રાજ્યમા એક તરફ વિધાનસભાની પેટા અને લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આવા સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત કરી વાહનોનું ચેકિંગ કરી ગેર કાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે ગૃહવિભાગ તરફથી કોઈ પણ પ્રકારની વિદેશી દારુની હેરાફેરી રોકવા સહિત બુટલેગરોપર ચાંપતી નજર રાખવા ઊચ્ત અઘિકારીઓને ફરમાન છે, તેવામાં વાઘોડિયામા કયા પોલીસના છુપા આર્શીવાદ થી બુટલેગરો બેફામ બન્યા છે ? વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરતો વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસ ચુપ બેઠી છે. વિડીયો વાયરલ થતા વાઘોડિયા પોલીસની દારુબંઘીની કામગીરી સામે શંકાના વાદળો ઘેરાયા છે.
વાઘોડિયામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ રોકવામાં સદંતર પોલીસ વિભાગ નિષ્ફળ નીકળ્યું હોય તેમ આ ઘટના પરથી લાગી રહ્યુ છે. જોકે ઔદ્યોગિક વિસ્તાર જાહેર જનતા થી ધમધમતા આ વિસ્તારમાં ખુલેઆમ વિદેશી દારૂનો વેપલો પોલીસની નશાબંધીની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા વાઘોડિયા વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના વગર રોકટોક ચાલતા ધંધા પર ક્યારે અંકુશ મુકાશે તે પ્રશ્ન હાલ જનતાને મુંજવી રહ્યો છે. એક તરફ દારુબંધીની વાત ગાંધીના ગુજરાતમાં કરવામાં આવે છે તો બીજી તરફ કોના છુપા આર્શીવાદથી બુટલેગરો બેફામ બની ખાખીના ખૌફ વગર ખુલ્લામાં દારૂનું વેચાણ કરી રહ્યા છે. વાઘોડિયા જીઆઇડીસીમાં ટુ વ્હિલર એક્સેસ GJ 06 NC 9635 મા દેખાતો બુટલેગર વાઘોડિયા નવીનગરી ખાતે રહેતો અજય ઊર્ફે અજય કારીયો હોવાનુ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે. આ સિવાય અનેક બુટલેગર પાસે બેથી ત્રણ એક્ટીવા રાખી હોમ ડિલીવરી સર્વીસ આપી વિદેશી દારુનો બિંદાસ્ત ધંધો ઘમઘમે છે. જોકે વાઘોડિયા પોલીસને આ વિશે ખબર હોય કે ના હોય, પરંતુ પબ્લીકને જરુર ખબર હોય છે. અને બુટલેગરો બેફામ બનવા પાછળ કોણા આર્શીવાદ છે, તેની તલસ્પર્શી તપાસ થવી જરુરી છે.