વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચૈત્ર સુદ એકમ એટલે કે ગુઢી પાડવા અને હિંદુ નવવર્ષની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસરે શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ ‘સારા ગણદેવીકર જ્વેલર્સ’ ખાતે ગણદેવીકર પરિવાર દ્વારા પરંપરાગત રીત-રિવાજો સાથે નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્વેલર્સના માલિક સુનિલભાઈ ગણદેવીકર અને તેમના પરિવાર દ્વારા શોરૂમ ખાતે ગુડીનું સ્થાપન કરી વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે સંપન્ન થયેલા આ કાર્યક્રમમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. હિંદુ સંસ્કૃતિમાં ગુડી પાડવાનું વિશેષ મહત્વ હોવાથી, પરંપરાને જાળવી રાખવા માટે આ આયોજન દર વર્ષે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.
આ પ્રસંગે સંસ્થાના તમામ કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. પૂજન બાદ સૌએ એકબીજાને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. ગણદેવીકર પરિવારે આ તકે જણાવ્યું હતું કે, વેપારની સાથે ધર્મ અને સંસ્કારોનું જતન કરવું એ જ અમારી પરંપરા રહી છે.
ધાર્મિકતા અને પરંપરાના સુંદર સંમિશ્રણ સમા આ કાર્યક્રમથી સમગ્ર દાંડિયાબજાર વિસ્તારમાં નવવર્ષની મંગલમય અનુભૂતિ જોવા મળી હતી.