Vadodara

વડોદરા : દાંડિયાબજારમાં ડીજેના વધુ અવાજથી ઈમારતના ત્રીજા માળની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી

દશામાતાજીના આગમન સમયે ડીજે સિસ્ટમ વાગી રહી હતી :

તૂટેલી ગેલેરીનો થોડો ભાગ નીચે શેડ પર પડ્યો હોવાથી મોટી દુર્ઘટના બની ન હતી :

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા વિવેક એપાર્ટમેન્ટનાં ત્રીજી માળે ગેલેરીનો ભાગ શનિવારે મોડી રાત્રે ધરાશાયી થયો હતો. શહેરમાં શનિવારે મોડી રાત સુધી દશામાનું આગમન વાજતે ગાજતે થયું હતું.તે સમયે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી દાંડિયા બજાર ફાયર બ્રિગેડ ચાર રસ્તાની વચ્ચે ડીજે સાઉન્ડ સિસ્ટમ દશા માતાજીના આગમન સમયે પસાર થયું હતું.

ડીજે સાઉન્ડ સિસ્ટમનો અવાજ વધુ પ્રમાણમાં હોવાથી એ રસ્તા પર આવેલ વિવેક એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી ગેલેરીનો ભાગ ધરાશાય થયો હતો.સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.ઘટનાની જાણ થતા ડાંડીયા બજાર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ફાયર કંટ્રોલરૂમમાં ગેલેરી ધરાશાયી થયાનો કોલ મળ્યો હતો. ઘટના સ્થળ પર પહોંચતા જોવા મળ્યું હતું કે, એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેલેરીનો એક ભાગ તૂટેલી હાલતમાં હતો. તૂટેલી ગેલેરીનો થોડો ભાગ નીચે શેડ પર પડ્યો હોવાથી મોટી દુર્ઘટના બની ન હતી.તેમના દ્વારા બાલ્કની ના સળિયા ઉપર તૂટી પડેલો ભાગ હટાવી લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top