Vadodara

વડોદરા : દશરથ બ્રિજ પાસેથી બાળમજુરી કરાવતા સર્વિસ સ્ટેશનના સંચાલકની અટકાયત

મા શકિત સર્વિસ સ્ટેશનમાં એએચટીયુની ટીમે દરોડો પાડ્યો

બાળકને મુક્ત કરાવીને તેના પરિવારને સોંપાયો

(પ્રતિનિધિ) વડોદરા તા.5

દશરથ બ્રિજ પાસે સર્વિસ સ્ટેશનમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળમજુરી કરાવી સગીરનું આર્થિક શોષણ કરતા  સંચાલકની અટકાયત કરી  હતી. બાળકને વેપારીની ચુંગાલમાં મુક્ત કરાવીને તેના પરિવારને સોંપાયો હતો.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ સંચાલકો દ્વારા સગીર બાળકોને કામ પર રાખીને બાળ મજૂરી કરાવતા હોય છે. જેથી આવા વેપારીઓ પર સત્વરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંક સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે. ત્યારે 5 જૂનના રોજ એએચટીયુની ટીમ છાણી વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દશરથ બ્રિજ પાસે આવેલી મા શક્તિ સર્વિસ સ્ટેશનવાળો સંચાલક નાના બાળકોને નોકરી પર રાખીને બાળમજુરી કરાવી આર્થિક શોષણ કરી રહ્યો છે. જેના આધારે એએચટીયુની ટીમે બાતમી મુજબના જગ્યા પર રેડ કરી હતી. ત્યારે સર્વિસ સ્ટેશનમાંથી 15 વર્ષીય બાળક કામ કરતો મળી આવ્યો હતો. જેથી તેની પૂછપરછ કરતા તેણે. કહ્યું કે છેલ્લા એક મહિનાથી કામ કરુ છુ અને 300 રૂપિયા રોજ આપવામાં આવે છે. જેથી સગીરનું શોષણ કરનાર વેપારી સુનિલ ગોપાલ પ્રજાપતિને (રહે. યોગીરાજ ઉપવન, આઈસીડી રોડ દશરથ)ની અટકાયત કરીને તેના  વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇટ જસ્ટીસ એક્ટની કલમ હેલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીર બાળકને વેપારીની ચુંગાલમાં છોડાવીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top