
વડોદરા : શહેરના દરજીપુરા આરટીઓ નજીક આવેલા મહાદેવ વાળું ફળિયામાં રહેતા દીપેન કુમાર મુકેશભાઈ પટેલને ગુમ થયા હોવાની ફરિયાદ હરણી પોલીસ મથક ખાતે નોંધાઈ હતી જેમાં શનિવારે રાત્રે શહેર ના અનઘણ નજીક આવેલી મહીસાગર નદીમાં તેની કાર દેખાતા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ વડે રાત્રી દરમિયાન નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈ ભાળ નહીં મળતા બીજા દિવસે રવિવારે પોલીસની ટીમો મહીસાગર નદી ખાતે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ દીપેન પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ મળેલી કારને પોલીસ દ્વારા હરણી પોલીસ મથકે લઈ જવામાં આવી છે.

