નવા યાર્ડ એલએન્ડટીથી ગોરવા મધુનગર બ્રિજ સુધીના દબાણોનો સફાયો :
ખાણી પીણીની લારીઓ શેડ ગેરેજ દ્વારા બનાવાયેલ કમ્પાઉન્ડ વોલ દૂર કરી ત્રણ ટ્રક જેટલો માલસામાન કબજે કરાયો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના નવા યાર્ડ વિસ્તારના એલએન્ડટી બિલ્ડિંગથી ગોરવા મધુનગર બ્રિજ સુધીના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ દરમિયાન દબાણ ધારકોમાં નાસભાગ મચી ગઈ હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણનો સપાટો બોલાવવામાં આવી રહ્યો છે તેવામાં મંગળવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ નવાયાર્ડ એલએનટી થી ગોરવા મધુનગર બ્રિજ સુધીના દબાણનો સફાયો બોલાવવા માટે ત્રાટકતા જ ગેરકાયદેસર ઉભા થયેલા દબાણ ધારકોમાં નાસભાગ હતી. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે કાચા પાકા દબાણો ખાણા પીણીની લારીઓ કેરેટના માલિકો દ્વારા ગેરકાયદેસર બનાવાયેલી કમ્પાઉન્ડ વોલ દબાણ હેઠળ દૂર કરી હતી. જ્યારે બીજી તરફ દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરતા જ કેટલાક લારીઓ વાળા તો લારીઓ પર હાજર ગ્રાહકોને છોડીને જ ભાગ્યા હતા. જ્યારે દબાણ શાખાની ટીમે આવા લારી ધારકોનો પીછો કરીને લારીઓ ખાલી કરાવી કબજે કરી હતી. આશરે કોર્પોરેશનની ટીમે ત્રણ ટ્રક જેટલો માલસામાન અને લારીઓ કબજ કરી હતી.