Vadodara

વડોદરા : થિયેટરમાં દર્શકના પોપકોર્ન અને કોલ્ડ્રીંક્સની જ્યાફત માણવા પહોંચ્યા મુશકરાજ,વીડિયો વાયરલ થયો :


નટુભાઈ સર્કલ વિસ્તારની એક મલ્ટીપ્લેક્ષનો વીડિયો હોવાનું પ્રાથમિક અનુમાન :

મલ્ટીપ્લેક્ષમાં મુવી જોનારા માટે ધ્યાન રાખવા જેવી બાબત :



( પ્રતિનિધિ )વડોદરા, તા.2

વડોદરા શહેરના એક મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા ગયેલા એકદર્શકે મંગાવેલી પોપકોન અને કોલ્ડ્રીંક માં મૂષકરાજ મોઢું મારતા હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.



મલ્ટીપ્લેક્ષમાં મુવીનો આનંદ વધારવા માટે દર્શકો પોપકોર્ન અને કોલડ્રિંક સાથે રાખતા હોય છે. અને જેમ જેમ મુવી આગળ જતું જાય તેમ તેમ પોપકોર્ન અને કોલ્ડડ્રીંકનું તળિયું નજીક આવતું જાય છે. આ સમયે થીએયરમાં માત્ર સ્ક્રિન પુરતુ જ અજવાળું હોય છે. ત્યારે વડોદરામાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. તે થીએટરમાં જમવાનો આનંદ માણવાના શોખીનો માટે આંખો ઉઘાડે તેવો છે. વડોદરાના એક મલ્ટીપ્લેક્ષમાં મુવીનો આનંદ માણી રહેલા દર્શકના કેમેરામાં એક વીડિયો કેદ થયો છે. જેમાં તેઓ દ્વારા સિનેમાની ચેર પર મુકેલા પોપકોર્ન ટબ અને કોલ્ડડ્રીંકની ટ્રેમાં મોઢું મારવા ઉંદર દોડીને આવ્યો હતો. જો કે, આ ટ્રેમાં મુકેલા ડબલા ખાલી હોવાના કારણે તે અંદર બહાર જતો જોવા મળ્યો હતો. પરંતુ તેના ખાવાલાયક કંઇ હાથ લાગ્યું ન હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે મલ્ટીપ્લેક્ષમમાં અંધારામાં ખાતી વખતે હવે ધ્યાન રાખવું પડશે. નહીં તો રાખો ઉંદરનો ખાધેલો ખોરાક પણ જાણબહાર તમારા પેટમાં જઇ શકે છે. હાલ, આ ઘટનાનો વીડિયો વડોદરાના નટુભાઇ સર્કલ વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેક્ષનો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Most Popular

To Top