Vadodara

વડોદરા: તુલસીવાડીના બુટલેગરને મોતને ઘાટ ઉતારનાર અન્ય બે આરોપી ઝડપાયા

મોહમ્મદ ઉમર શેખ અને જિલાની શેખને ક્રાઈમ બ્રાન્ચે દબોચી કુંભારવાડા પોલીસને સોંપ્યા

પ્રતિનિધિ વડોદરા તારીખ 22

વડોદરાના ભાંડવાડા વિસ્તારમાં ગુરુવારે રાત્રિના બહેન સાથે લગ્ન કરનાર પરિણીત તુલસીવાડીના બુટલેગરને યુવતીના ભાઈઓએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને પતાવી દીધો હતો. ફરાર થઈ ગયેલા હત્યારાઓ પૈકી અવેશ શેખ અને રિયાઝ પઠાણને દેવગઢબારિયાથી ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય બે આરોપી જિલાની શેખ અને મોહમ્મદ ઉમર શેખને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા બાદ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં સોપતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવી હાથ ધરી છે.
વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા બુટલેગર અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુએ શબનમ નામની યુવતીને ભગાડીને લગ્ન કર્યા હતા. પરંતુ યુવતીના ભાઈઓ સહીતના પરિવારના સભ્યોને લગ્ન મંજૂર ન હતું. જેથી અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ ના ઘરે જઈને પોતાની બહેનને પરત સોંપી દેવા જણાવ્યું હતું. અને નહીં પરત આપે તો અમે ખાટકી છે તને બકરાની જેમ હલાલ કરી દઈશું તેવી ધમકી આપી હતી. 20 જૂન ના રોજ ચંદુ ભાંડવાડા પાસે પેટ્રોલ પંપ પર ઉભો હતો ત્યારે રિયાઝે અવેશ સહિતના તેના ભાઈઓને ત્યાં બોલાવી લીધા હતા. ત્યારબાદ ચારે જણાએ ભેગા મળીને ચંદુને લીધો હતો અને માર માર્યા બાદ તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગુરુવારે રાત્રે ખેલાયેલા ખની ખેલના પગલે ડીસીપીલીના પાટીલ એસીપી પીઆઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ હત્યા કર્યા બાદ ચારે અત્યારે આવો ફરાર થઈ ગયા હોય પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચ છે તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન અવેશ શેખ અને રિયાઝ પઠાણને ઝડપી પાડ્યા હતા. જ્યારે મોહમ્મદ ઉંમર શેખ અને જિલાની શેખને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. બંનેને પણ આગળની કાર્યવાહી માટે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયા છે. જેથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top