વિકાસલક્ષી કામો ને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ
પ્રિમોન્સૂનની કામગીરી અંગે પણ સૂચનો આપવામાં આવ્યા

હરણી હનુમાનજી મંદિર પાસે તાલુકા પંચાયતની નવી ઇમારત માટે મંજૂરી અપાય

વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં એજન્ડા પરના કામો પર ચર્ચા કરવામાં આવી, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન ખાતે શુક્રવારે વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં એજન્ડા પરના કામો પર ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત આવનારા ચોમાસા પૂર્વે કોઈ કામગીરી વિસ્તારમાં કરવી હોય તો સભ્યોએ તે અંગેના સૂચનો વડોદરા તાલુકા પંચાયતની કચેરી ખાતે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આગામી સમયમાં લગભગ ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે વડોદરા તાલુકા પંચાયતના વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવશે તેની પણ ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં વડોદરા તાલુકા પંચાયતની નવી કચેરી હરણી ખાતે વહેલી તકે ઊભી થાય અને ઈમારત બને અને તે અંગેની વહીવટી મંજૂરી મળી જાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી, ત્યારે આ બેઠકની વિસ્તૃત માહિતી વડોદરા તાલુકા પંચાયતના કારોબારીના સભ્ય બિરેન પટેલે જણાવ્યું હતું કે વડોદરા તાલુકા પંચાયત ખાતે વર્ષ 2025-26 ની પ્રથમ કારોબારી બેઠક મળી, જેમાં વિકાસના કામો આગામી સમયમાં કરવાના હોય તે કામ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે આ ઉપરાંત આવતા બે ત્રણ માહ પછી ચોમાસુ પણ આવી રહ્યું છે તો ગ્રામ્ય વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં જેના કારણે જે તે સદસ્યો ને જાણ કરવામાં આવી છે. પૂર્વ માંનસૂન ની કામગીરી કરવાની હોય તો ધ્યાન પર લઈ કામ પૂર્ણ કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે.
નવા આયોજનોમાં વડોદરા તાલુકો એવો છે જ્યાં નવા નવા વિસ્તારો પણ ડેવલોપ થતા હોય છે ત્યાં જે જે જરૂરિયાત હોય પાણીની ગટર લાઈન ની જેવી લોકોની જરૂરિયાત હોય એના વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી છે અને જે સદસ્યો કામો લખીને આપશે તે કામો સામાન્ય સભામાં મૂકી મંજૂર કરાવવામાં આવશે.
જિલ્લા પંચાયત પાસે વડોદરા તાલુકા પંચાયત બનાવવા માટેનો ઠરાવ બે-ત્રણ વખત કરેલ છે જેમાં બે વખત ઠરાવના મંજૂર પણ કરવામાં આવેલ હતો પરંતુ હાલ એક બે મહિના પહેલા જ ચર્ચા થઈ હતી ત્યારે જિલ્લા પંચાયત એ બાહેધરી આપી છે કે અમે તમને જગ્યા ફાળવીશું ત્યારે હરણી હનુમાનજી મંદિર પાસે જગ્યા નો ઠરાવો કરેલ છે. ઠરાવ મંજૂર થશે એટલે સરકારમાં મુકીશું અને સરકારની મંજૂરી લઈ તાલુકા પંચાયત માટે નવું બિલ્ડીંગ મળે તેના પ્રયાસો ચાલુ છે.