Vadodara

વડોદરા તાલુકા પંચાયતના બજેટને સાધારણ સભામાં મંજૂરી અપાઈ

વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અનેક કામોની મંજૂરી આપવામાં આવી

તાલુકા પંચાયતની દશરથ, નંદેસરી અને કોયલી બેઠક ના વિજેતા ઉમેદવારોને સ્વાગત કરવામાં આવ્યું

વડોદરા જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
તાજેતરમાં ખાલી પડેલી તાલુકા પંચાયતની દશરથ, નંદેસરી અને કોયલી બેઠક પર યોજાયેલી ચૂંટણીના વિજેતા ઉમેદવારોને સભ્ય તરીકે આવકારી પુષ્પગુચ્છોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન એજન્ડા પરના કામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અને ચર્ચા વિચારણાના અંતે કામોની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારે બેઠક અંતે માહિતી આપતા જણાવ્યું હતું કે અંદાજપત્ર આજની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે. સાથે જ વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા કરવામાં આવી છે.

2024-25 અને 2025- 26 નું મૂળ અંદાજપત્ર મંજુર કરવા બાબત કે આજે બેઠક યોજાઇ હતી જેમાં નીચેના કામો મંજૂર કરાયા હતા.
1-વહીવટી ખર્ચ માટે નવલાખ રૂપિયા.
2- સાદીલવા ખર્ચ માટે એક કરોડ 26 લાખ રૂપિયા
3- વિકાસ ક્ષેત્રે બાર લાખ રૂપિયા
4- શિક્ષણ ક્ષેત્રે 11લાખ
5- આરોગ્ય ક્ષેત્રે પાંચ લાખ
6-ખેતીવાડી ક્ષેત્રે 6, 00,000
7- પશુપાલન ક્ષેત્રે બે લાખ
8- સમાજ કલ્યાણ ક્ષેત્રે બે લાખ
9- આકસ્મિક ખર્ચ ક્ષેત્રે 15 લાખ
10- વિકાસના કામો જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ આઠ કરોડ 56 લાખ
ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. વર્ષના અંતે તાલુકા પંચાયત સ્વ ભંડોળ રૂપિયા પાંચ કરોડ 11,30,343 તમામ પાસા ધ્યાનમાં લઈને અને સર્વાંગી વિકાસ વાળું બજેટ હોય સર્વાનુ મતે ઠરાવ કરાયો છે.

Most Popular

To Top