અધિકારીઓને રજૂઆત બાદ ઠેર ઠેર ખાડા ખોદાયા
કાળું અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવતા લોકો ત્રાહિમામ
વડોદરા શહેરમાં ફરી એક વખત તહેવારો ટાણે લોકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી દૂષિત પાણી ઉઠેલા સ્થાનિકોને સાથે રાખી કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ધરણા પર બેસી જઈ ઉગ્ર વિરોધ કર્યો છે.
નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણી પ્રશ્ને કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ધરણા પર બેસી જઈ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી નવાયાર્ડ લોકોશેડ ઢાળ ઉતરતા રમણીક લાલની ચાલ રસુલજીની ચાલ આ સહિતના આસપાસના વિસ્તારોમાં ગંદુ પાણી આવી રહ્યું છે. જેની ફરિયાદ મેં રોજે રોજની અધિકારીઓને કરી છે. એના કારણે તે લોકોએ ઠેક ઠેકાણે ખાડા ખોદી નાખ્યા છે. પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ લાવી શક્યા નથી. હું જ્યાં ધરણા પર બેઠી છું એ જગ્યાએ તમે જુઓ એક બાજુ ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને બીજી બાજુ પાણીની લાઈન છે. એની ઉપર પ્રેશર પોઇન્ટ મૂકીને ગયા છે. એક મહિનો થયો છે. આ પ્રેશર પોઇન્ટ મૂક્યા હવે તમે વિચારો કે પાણીની લાઈન ખાલી થાય અને ખેંચાઈને પાણી આ ડ્રેનેજનું પાછું જાય છે. લોકો નળ ખોલે તો દુર્ગંધ મારે માથું ફાટી જાય હાથ ના નાખી શકે એટલું ગંદુ પાણી આવી રહ્યું છે. જેના કારણે આજે ત્રણ ત્રણ મહિનાથી આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી અને સ્થાનિકોએ મને કીધું કે તમે આવો. જેથી કરીને હું ઘટના સ્થળે આવી હતી એટલે જ સ્થાનિકો બધા ભેગા થયા અને એમને સાથે લઈને આજે ધરણા પર બેઠા છે.
વડોદરા: તહેવારો ટાણે નવાયાર્ડ વિસ્તારમાં ફરી દૂષિત પાણીનો પ્રશ્ન ઉદ્દભવ્યો, કાઉન્સિલર ધરણા પર ઉતર્યા
By
Posted on