પ્રતિનિધિ વડોદરા તા.29
હવે તસ્કરોથી ભગવાનના મંદિરો પણ સુરક્ષિત રહ્યા નથી ચોરોને ભગવાનનો પણ ડર ન હોય તેમ મંદિરોમાં સોનાના દાગીના તથા દાન પેટીની ચોરી કરી લઇ જતા હોય છે. ત્યારે ગોરવા મધુનગર બ્રિજ નીચે આવેલા દેવાયલમાંથી ઘુસી એક તસ્કર બાળ ઇસુની પ્રતિમા તથા સોનાની ચેનની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જેથી તસ્કરની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
વડોદરા શહેરમાં તસ્કરોને પોલીસનો જાણે કોઇ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ્ત ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે તસ્કરોથી હવે ભગવાનના મંદિર પણ સુરક્ષિત નથી રહ્યા. તેવામાં શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ નીચે આવેલી બાળ ઇસુના દેવાલયમાં 28 જૂનના રોજ રાત્રીના સમયે તસ્કર પેન્ટ, શર્ટ અને બુટમાં સજ્જ થઇને એક તસ્કર ઘુસી આવ્યો હતો. દેવાયલમાં બાળ ઇસુની પ્રતિમા પર દોઢ તોલાની સોનાની ચેન પહેરાવેલી હતી. જેથી તસ્કર સોનાની ચેન સાથે આખેઆખી બાળ ઇસુની પ્રતિમાની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જોકે તસ્કર ચોરી કરવા અંદર પ્રવેશ કરે અને પ્રતિમા લઇને બહાર નીકળે છે તેની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.